17 વર્ષ બાદ મળશે ન્યાય, પત્રકાર મર્ડર કેસમાં બળાત્કારી બાબા રામ રહિમને આજે કોર્ટ સંભળાવશે સજા, જાણો વિગતે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરામ રહિમ સહિત બધા દોષીઓને વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સજા સંભળાવવામાં આવશે. દોષીઓમાં રામ રહિમ ઉપરાંત કૃષ્ણ લાલ, નિર્મલ સિંહ અને કુલદીપ સિંહનું નામ સામેલ છે. સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટના જજ જગદીપ સિંહ સજા સંભળાવવાની કાર્યવાહી કરશે. કોર્ટમાં સુનાવણી બપોરે બે વાગે શરૂ થશે.
નવી દિલ્હીઃ પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા મામલે દોષી કરાર બળાત્કારી બાબા ગુરમીત રામ રહિમ અને અન્ય ત્રણને પંચકુલાની સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટ આજે સજા સંભળાવશે. 17 વર્ષ બાદ આ કેસમાં ન્યાય મળશે. ન્યાયની લડાઇ લડી રહેલા પત્રકાર રામચંદ્ર છત્રપતિના પરિવારનો ઇન્તજાર ખતમ થઇ જશે.
નોંધનીય છે કે, પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યાનો કેસ લગભગ 17 વર્ષ જુનો છે. 2002માં પત્રકારે ડેરા સચ્ચા સૌદાની ગતિવિધિઓ લખી બાદમાં 24 ઓક્ટોબર 2002માં મોડી રાત્રે હુમલાખોરોએ પત્રકાર રામચંદ્ર છત્રપતિનું તેમના ઘરની બહાર ગોળી મારીને મર્ડર કરી દીધુ હતુ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -