✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સાધ્વીને હવસનો શિકાર બનાવનારા રામ રહીમે બનાવી છે આ હથોડો હિન્દી ફિલ્મો ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Aug 2017 12:04 PM (IST)
સાધ્વીને હવસનો શિકાર બનાવનારા રામ રહીમે બનાવી છે આ હથોડો હિન્દી ફિલ્મો ? જાણો વિગત
1

જટ્ટૂ એન્જિનિયરઃ આ વર્ષમાં મે મહિનામાં રીલિઝ થયેલી ગુરમીત રામ રહીમની ફિલ્મ જટ્ટૂ એન્જિનિયરએ પણ એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ ફિલ્મના પ્રીમિયરમાં બાબાના 20 હજાર ભક્તોએ એક સાથે ગાયનું દૂધ પીધું હતું. આટલી મોટી સંખ્યામાં ગાયનું દૂધ પીવાનો રેકોર્ડ એશિયા બુકમાં નોંધવામાં આવ્યો હતો. આ એક કોમેડી ફિલ્મ હતી.

2

હિંદ કા નાપાક કો જવાબ: હરિયાણાના સિરસાના ગુરમીત રામ રહીમની ફિલ્મ હિંદ કા નાપાક કો જવાબ 10 ફેબ્રુઆરી 2017ના રોજ રીલિઝ થઇ હતી. આ ફિલ્મએ રીલિઝ અગાઉ એશિયા બુકમાં પોતાનો શાનદાર રેકોર્ડ બનાવ્યો હતો. આ ફિલ્મમાં તેમણએ 43 કામ કર્યા છે. જેમાં ખતરનાક સ્ટંન્ટથી માંડી, ડાયલોગ લખવા, કોરિયોગ્રાફી જેવા મહત્વના કામ છે.

3

MSG: ધ વોરિયર લાયન હાર્ટઃ આ અગાઉ બાબા ગુરમીત રામ રહીમ સિંહની ફિલ્મ MSG: ધ વોરિયર લાયન હાર્ટે પણ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. મોટી કમાણીને કારણે બાબાના પ્રશંસકોએ 1 લાખ 62 હજાર 788 વર્ગ ફીટનું પોસ્ટર બનાવ્યું હતું. માનવ શ્રુંખલાથી બનેલા આ પોસ્ટર બનાવવામાં 19 કલાક 50 મિનિટનો સમય લાગ્યો હતો. તેને વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યો છે.

4

MSG-2: ધ મેસેન્જરઃ વર્ષ 2015માં રીલિઝ થયેલી આ ફિલ્મ બાબા રામ રહીમની બીજી ફિલ્મ હતી. આ ફિલ્મએ પ્રથમ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ ફિલ્મના પ્રીમિયરમાં લગભગ એક લાખ લોકો પહોંચ્યા હતા. વહીવટીતંત્રએ આટલી ભીડ કંન્ટ્રોલ કરવામાં ખાસ તૈયારીઓ કરી હતી. કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. આટલી મોટી સંખ્યામાં લોકો પહોંચવાને કારણે ફિલ્મએ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

5

MSG: ધ મેસેન્જરઃ બાબા રામ રહીમની પ્રથમ ફિલ્મ MSG: ધ મેસેન્જર હતી. આ ફિલ્મ 13 ફેબ્રુઆરી 2015ના રોજ રીલિઝ થઇ હતી. આ ફિલ્મમાં બાબા રામ રહીમ ગુરુજીની ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મને અંગ્રેજી, તમિલ, તેલુગુ અને મલયાલમ ભાષામાં રીલિઝ કરાઇ હતી. આ ફિલ્મના રીલિઝ થતાં બાબા સંતની સાથે રોક સ્ટાર બાબા બની ગયા હતા.

6

નવી દિલ્હીઃ ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહ પર આજે પંચકૂલા સીબીઆઇ કોર્ટ પોતાનો ચુકાદો આપશે. બાબા રામ રહીમ પર સાધ્વી પર રેપનો આરોપ છે. ગુરમીત રામ રહીમ સંતની સાથે સાથે એક્ટિંગનો પણ શોખ ધરાવે છે. બાબા રામ રહીમે અત્યાર સુધીમાં પાંચ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની ફિલ્મોએ અનેક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે.

7

રામ રહીમના સમર્થકોની સંખ્યા લાખોમાં છે. ડેરા સચ્ચા સૌદાની કુલ સંપત્તિ કરોડોમાં છે. બાબા રામ રહીમનો પ્રથમ મ્યૂઝિક આલ્બમ વર્ષ 2014માં રીલિઝ કર્યો હતો. જ્યારે વર્ષ 2015માં MSG: ધ મેસેન્જર નામની તેમની પ્રથમ ફિલ્મ આવી હતી. બાદમાં તે જ વર્ષે આ ફિલ્મનો બીજો ભાગ MSG-2: ધ મેસેન્જર ફિલ્મ રીલિઝ થઇ હતી.બાબા રામ રહીમને વર્ષ 2016માં બેસ્ટ એક્ટર, ડિરેક્ટર અને રાઇટર માટે દાદાસાહેબ ફાળકે ફિલ્મ ફાઉન્ડેશન એવોર્ડ આપવામાં આવ્યો હતો. ડેરા સચ્ચાનો આશ્રમ 100 એકર સુધી ફેલાયેલો છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • સાધ્વીને હવસનો શિકાર બનાવનારા રામ રહીમે બનાવી છે આ હથોડો હિન્દી ફિલ્મો ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.