પતંજલિએ જીન્સ-લંગોટ સહિતના કપડાં કર્યા લોન્ચ, ડિસેમ્બર સુધીમાં 25 સ્ટોર ખોલશે
ધનતેરસના અવસર પર નવી શરૂઆત કરતાં બાબા રામદેવે કહ્યું, આજે ધનવંતરી જયંતીના મોકા પર અમે દેશને 3500થી વધારે પ્રોડક્ટની ભેટ આપી રહ્યા છીએ. જેમાં કપડાં, હોમવિયર અને એક્સેસરીઝ સામેલ છે. લોન્ચના અવસર રામદેવે કહ્યું કે, ડિસેમ્બર સુધી દેશમાં આશરે 25 નવા સ્ટોર ખોલવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ યોગ ગુરુ બાબા રામદેવે હવે ગારમેન્ટ્સ ઈન્ડસ્ટ્રીમાં પગપેસારો કર્યો છે. સોમવારે નવી દિલ્હીના નેતાજી સુભાષ પ્લેસમાં પ્રથમ ‘પતંજલિ પરિધાન’ શોરૂમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. પતંજલિ પરિધાનના લોન્ચિંગ પર બાબા રામદેવની સાથે ફિલ્મ ડાયરેક્ટર મધુર ભંડારકાર, પહેલવાન સુશીલ કુમાર પર હાજર રહ્યા હતા. આ બંનેએ પણ ‘સંસ્કાર’ બ્રાન્ડ કપડાં પહેર્યા હોવાનું રામદેવે જણાવ્યું હતું.
ભારતમાં પ્રથમ વખત કોઈ બ્રાન્ડે લંગોટને પ્રોડક્ટના રૂપમાં ઉતારી છે. રામદેવે આ મોકા પર પહેલવાન સુશીલકુમારને એક લંગોટ પણ દેખાડી હતી. રામદેવે કહ્યું કે, તેનાથી ન માત્ર હર્નિયા જેવી બીમારીથી બચી શકાય છે પરંતુ રમતના મેદાન પર ગંભીર ઈજાથી પણ બચાવે છે.
પતંજલિ પરિધાનમાં મહિલાઓના કપડાં આસ્થા, પુરુષોના વસ્તોર સંસ્કાર બ્રાંડથી મળશે. ઉપરાંત લિવફિટ બ્રાંડથી પણ એક કેટેગરી લોન્ચ કરવામાં આવી છે. જેમાં ડેનિમ વિયર, એથનિક વિયર, કેઝ્યુઅલ વિયર અને ફોર્મલ વિયર સામેલ છે. આ સ્ટોર્સમાં મળનારી તમામ પ્રોડક્ટ્સ પર ધનતેરસથી લઈ ભાઈબીજ સુધી 25 ટકા છૂટ મળશે. પતંજલિ જીન્સ સ્વદેશી હોવાના કારણે આંતરરાષ્ટ્રીય જીન્સની તુલનામાં ઘણું સસ્તું હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -