મેડમ તુસાદ મ્યૂઝિયમમાં બાબા રામદેવની એન્ટ્રી, વૃક્ષાસન મુદ્રામાં જોવા મળશે
બાબા રામદેવ વૃક્ષાસન મુદ્રામાં જોવા મળશે. નોંધનીય છે કે યોગગુરુ તરીકે ઓળખ મેળવનાર બાબા રામદેવ આજે એક મોટા બિઝનેસ ગ્રુપના સર્વેસર્વા છે. આ ઉપરાંત રામદેવ રાજનીતિમાં પણ ખૂબ જ રસ દાખવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબાબા રામદેવની મૂર્તિ ઈન્ટરએક્ટિવ ઝોનમાં લગાવવામાં આવશે. અહીં આવનાર દર્શકો તેમની મૂર્તિ સાથે સેલ્ફી પણ લઈ શકશે. બાબા રામદેવે આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે,’હું ખૂબ જ ખુશ છું. તેમની ટીમ ખૂબ જ પ્રતિભાશાળી છે. હું મારી મૂર્તિ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.’ નોંધનીય છે કે મૂર્તિ તૈયાર કરવામાં બાબા રામદેવની 200 કરતાં પણ વધુ તસવીરો લેવામાં આવી હતી.
નવી દિલ્હી મ્યૂઝિયમને સાત ભાગમાં વિભાજીત કરવામાં આવ્યું છે. રમત, ઈતિહાસ, સંગીત, ફિલ્મ અને રાજનૈતિક જગતની ફેમસ 51 સેલિબ્રિટીઝની મૂર્તિઓ રાખવામાં આવી છે. સલમાન ખાન, ટોમ ક્રૂઝ, રાજ કપૂર, રણબીર કપૂર, નરેન્દ્ર મોદી, મેરી કોમ, ડેવિડ બેકહમ, મિલ્ખા સિંહ અને ઉસૈન બોલ્ડ સાથે ભારતીય ક્રિકેટર કપિલ દેવ અને સચિન તેંડૂલકર પણ છે. ઈતિહાસના વિભાગમાં મહાત્મા ગાંધી, ભગત સિંહ, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ, સરદાર પટેલ, એપીજે અબ્દુલ કલામ અને મોદીના પૂતળા છે.
નવી દિલ્હીઃ યોગ ગુરૂ બાબા રામદેવ ભારતની એ હસ્તીઓમાં સામેલ થશે જેમનું વેક્સનું સ્ટેચ્યૂ મેડમ તુસાદ મ્યૂઝિયમમાં લગાવવામાં આવશે સ્વામી વિવેકાનંદ બાદ રામદેવ બીજા સંત હશે જેમની પ્રતિમા મેડમ તુસાદ મ્યૂઝિયમાં લાગશે. ટૂંક સમયમાં જ તેમનું વેક્સ સ્ટેચ્યૂ નવી દિલ્હી સ્થિત મ્યૂઝિયમમાં લગાવવામાં આવશે. આ માટે લંડનમાં રહેલા રામદેવની મેડમ તુસાદ સ્ટૂડિયોની ટીમે મુલાકાત કરી હતી. આ સાથે જ તેમના કદ-કાઠી અને ચહેરાના હાવભાવને પણ રેકોર્ડ કરવામાં આવ્યાં હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -