ઉત્તરપ્રદેશમાં ભાજપને મોટો ઝટકો, દલિત સાંસદ સાવિત્રી બાઈ ફૂલેએ આપ્યું રાજીનામું
સાવિત્રી બાઈ ફૂલેએ કહ્યું હતું કે, યોગીનો દલિત પ્રેમ દેખાડો છે જો તેઓ દલિતોને પ્રેમ કરતા હોય તો દલિતોને ગળે લગાવે અને સમ્માન કરે. સાવિત્રી બાઈ ફૂલેએ એમ પણ કહ્યું હતું કે દેશમાં જેટલા પણ મંદિરો છે તેમાં દલિતોને પૂજારી રાખવા જોઈએ.
નવી દિલ્હી: રાજસ્થાન અને તેલંગણા વિધાનસભાની ચૂંટણીના મતદાનના એક દિવસ પહેલા ઉત્તર પ્રદેશના બહેરાઈચથી બાજપ સાંસદ અને દલિત નેતા સાવિત્રી બાઈ ફૂલેએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દિધુ છે. સાવિત્રી બાઈ ફૂલે છેલ્લા ઘણા સમયથી પાર્ટીથી નારાજ હતા અને પાર્ટી લાઈનથી અલગ નિવેદનો આપી રહ્યા હતા, તેમણે અચાનક પાર્ટી છોડવાની જાહેરાત કરી હતી.
આજે ભાજપ છોડવાની સાથે જ તેમણે પાર્ટી પર મોટો આરોપ લગાવ્યો. સાવિત્રી બાઈ ફૂલેએ કહ્યું, ભાજપ સમાજમાં વિભાજન પેદા કરવાનું કામ કરી રહ્યું છે. પોતાના વિવાદીત નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહેતા ભાજપ સાંસદ સાવિત્રી બાઈ ફૂલે થોડા દિવસો પહેલા એક વિવાદીત નિવેદન આપ્યું હતું. તેમણે ભગવાન રામને મનુવાદી ગણાવતા કહ્યું કે બજરંગબલી જો દલિત નહોતા તો તેમને માણસ કેમ ન બનાવાયા અને તેમને વાનર કેમ બનાવવામાં આવ્યા?