કાશ્મીરમાં આતંકીઓ સામે લડવાની ટ્રેનિંગ આપી રહ્યો છે આ 'બાહુબલી'
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબે અઠવાડિની ટ્રેનિંગમાં ફિદાઇન સ્ક્વૉડ સાથે લડવા માટે દરેક ટેકનિકની તૈયારીઓ કરાવવામાં આવી CISF DG રાજેશ રંજને કહ્યું કે, જમ્મુ-કાશ્મીર પોલીસને સૌથી વધુ સામનો આતંકીઓનો થાય છે. આવામા તેમને સ્પેશ્યલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. તેમને કહ્યું કે હાલ જે ફિડબેક આવ્યો છે તે શાનદાર છે. જવાનોને એન્કાઉન્ટરમાં કામ આવે એવી નવી ટેકનિક શીખવાડવામાં આવી રહી છે. આ ટ્રેનિંગમાં 10-15 મિનીટમાં આતંકીઓનો ખાત્મો કરી શકાય છે.
હવે તેમને જમ્મુ-કાશ્મીર પોલીસની એન્ટી ફિદાઇન વિંગના 40 જવાનોને તૈયાર કરવાની જવાબદારી મળી છે. જવાનોએ લગભગ બે અઠવાડિયા સુધી રાજીવથી ટ્રેનિંગ લીધી, અને ઓક્ટોબરમાં અન્ય 40 જવાનો પણ ટ્રેનિંગ લેવા માટે આવી રહ્યાં છે.
'બાહુબલી' નામથી પ્રખ્યાત CISFના ડેપ્યૂટી કમાન્ડર રાજીવ પંવાર હવે જમ્મુ-કાશ્મીરની એન્ટી ફિદાઇન યુનિટને લડવાની ટ્રેનિંગ આપશે. 42 વર્ષના રાજીવ NISA કમાન્ડો છે. રાજીવ આ પહેલા પણ હરિયાણા, પંજાબ, ઉત્તરપ્રદેશ સહિતના કેટલાય રાજ્યોના ઓફિસરોને ટ્રેનિંગ આપી ચૂક્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સતત સુરક્ષાકર્મી અને સેના પર હુમલાઓ કરી રહ્યાં છે. હવે પોલીસકર્મીઓની આતંકીઓ સામે લડાઇ લડવા માટે સ્પેશ્યલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ ટ્રેનિંગ બીજુ કોઇ નહીં પણ ખુદ 'બાહુબલી' આપશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -