BJPના બંગાળ બંધ દરમિયાન હિંસા, સમર્થકોએ તોડફોડ-આગચંપી કરી, બસ-ટ્રેનો રોકી
એકબાજુ બીજેપીએ બંધ આપ્યુ છે તે તેના વિરોધમાં TMC સમર્થક આસનસોલમાં બાઇક રેલી કાઢી રહ્યાં છે. કેટલાય કાર્યકર્તાઓ હેલમેટ પહેર્યા વિના રેલી કાઢી રહ્યાં છે.
કુચવિહારમાં બીજેપી સમર્થકોએ સરકારી બસોની તોડફોડ કરી, વળી કેટલીક જગ્યાએ ટ્રેનો પણ રોકવામાં આવી.
બંધના એલાન દરમિયાન બુધવારે સવારે પશ્ચિમ બંગાળના પૂર્વ બર્ધવાન જિલ્લાના નાદનઘાટ વિસ્તારમાં બીજેપી કાર્યકર્તાઓએ રેલવે રોકી દીધી. આ દરમિયાન કેટલીય ગાડીઓને પણ રોકવામાં આવી. બીજેપીના બંધને જોતા રાજ્ય સરકારે સુરક્ષાના બંદોબસ્ત વધારી દીધા છે. સમર્થકોએ અનેક જગ્યાઓએ તોડફોડ અને આગચંપી પણ કરી હતી.
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં છેલ્લા થોડાક સમયથી ભારતીય જનતા પાર્ટી અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચે સંઘર્ષ ચાલુ થયેલો છે. ગયા અઠવાડિયે થયેલા પોલીસ ફાયરિંગ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓના મોતના વિરોધમાં આજે બીજેપીએ બંગાળ બંધનુ એલાન આપ્યુ છે. બીજેપીએ આજે 12 કલાકનું બંધ પાળ્યુ છે.