બેંગલુરુઃ ફ્લેટમાંથી મળ્યા આશરે 10 હજાર વોટર કાર્ડ, બીજેપી-કોંગ્રેસના એકબીજા પર આરોપ
સંજીવ કુમારે જણાવ્યું કે, આ એક ગંભીર મામલો છે. ફ્લેટમાંથી પાંચ લેપટોપ અને પ્રિન્ટર પણ મળી આવ્યા છે. આ ઉપરાંત 2 સ્ટીલ ટ્રંક પણ હાજર હતા. આ મુદ્દે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને મામલાની તપાસ થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચૂંટણી પંચ મુજબ 9,746 નકલી ચૂંટણી કાર્ડ મળ્યા છે. જેની તપાસ થઈ રહી છે. કર્ણાટકના મુખ્ય ચૂંટણી કમિશ્નર સંજીવ કુમારે મંગળવારે રાતે આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે, બેંગલુરુના આરઆર નગરના એક ફ્લેટમાંથી આ નકલી ચૂંટણી કાર્ડ મળી આવ્યા છે. નકલી ચૂંટણી કાર્ડ સાથે સંકળાયેલા મામલામાં સામેલ તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આરોપો પલટવાર કરતાં કોંગ્રેસે બીજેપીની મહિલા નેતા પર આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ કહ્યું કે, જે ઘરમાથી નકલી વોટર આઈકાર્ડ મળ્યા છે તે બીજેપીની મહિલા નેતાનું છે. બીજેપીનું કહેવું છે કે આ ઘરમાં બીજેપીની મહિલા નેતાનો દત્તક પુત્ર રહે છે.
બીજેપીએ આરોપ લગાવ્યો છે કે, રાજ રાજેશ્વરી નગરમાં કોંગ્રેસ ઉમેદવારે 15 હજાર નકલી વોટર આઈડી કાર્ડ બનાવ્યા છે. તેથી અહીંયા ચૂંટણી રદ કરવી જોઈએ. બીજેપીએ આ સંદર્ભમાં પોલીસ ફરિયાદ કરી છે. બીજેપીએ સિદ્ધારમૈયાનું નામાંકન રદ કરવાની પણ માંગ કરી છે.
બેંગલુરુઃ ફ્લેટમાંથી મળ્યા આશરે 10 હજાર વોટર કાર્ડ, બીજેપી-કોંગ્રેસના એકબીજા પર આરોપ બેંગલુરુઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે તે પહેલા એક સનસનાટી પૂર્ણ સમાચાર સામે આવ્યા છે. બેંગલુરુના જલાહલ્લી વિસ્તારના એક મકાનમાંથી આશરે 10 હજાર નકલી ચૂંટણી કાર્ડ મળી આવ્યા છે. જેના કારણે સ્થાનિક તંત્રથી લઈ ચૂંટણી પંચમાં ખળભળાટ મચી ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -