પગાર વધારાની માંગને લઈને આજથી બેન્ક કર્મચારીઓની બે દિવસની હડતાળ
બેન્કોની હડતાળના કારણે લોકોને બેન્કને લગતા જરૂરી કામો માટે હવે બે દિવસની રાહ જોવી પડી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયૂનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યૂનિયન અંતર્ગત આવનાર તમામ 9 બેન્કના સંગઠનોએ બુધવારે અને ગુરુવારે બે દિવસ હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે. પાંચ મે ના રોજ યૂનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યૂનિયન્સ અને ઇન્ડિયન બેન્ક એસોસિએશન વચ્ચે યોજાયેલી બેઠકમાં બેન્ક કર્મચારીઓ માટે 2 ટકા વેતન વૃદ્ધિનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેને યૂનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યૂનિયન્સે ફગાવી દીધો હતો. તેના વિરોધમાં તમામ બેન્કો દેશવ્યાપી હડતાળ કરશે.
આ હડતાળ ભારતીય બેન્ક સંઘ-ઇન્ડિયન બેન્ક એસોસિએશન(આઇબીએ)ના વેતનમાં માત્ર 2 ટકા વધારાને લઈને તેના વિરોધમાં કરવામાં આવી છે.
નવી દિલ્હી: દેશના તમામ બેન્કના કર્મચારીઓ 30 મે થી બે દિવસીય હડતાળ પર રહેશે. જાહેર ક્ષેત્રની બેન્કોના કર્મચારીઓ અને અધિકારીઓએ 30 મે થી 31મે સુધી હડતાળનું એલાન કર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -