✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આજે બેંક યૂનિયનની હડતાળ, 1500 કરોડના ચેકનું ક્લિયરિંગ અટકશે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Aug 2017 07:31 AM (IST)
આજે બેંક યૂનિયનની હડતાળ, 1500 કરોડના ચેકનું ક્લિયરિંગ અટકશે
1

છેલ્લા ઘણા સમયથી સરકાર દ્વારા બેંકોનું ખાનગીકરણ કરવાની ચહલ પહલ શરૂ થઇ ગઇ છે. જેનો બેંક કર્મચારીઓના જુદા જુદા સંગઠનોના મહાસંગઠન યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ(UFBU) દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. UFBUની રજૂઆત છે કે જો બેંકોનું ખાનગીકરણ કરવામાં આવે તો ઘણી જગ્યાએ બેંકોની શાખાઓ બંધ કરવી પડે જેને કારણે કર્મચારીઓ બેકાર પણ થાય.

2

દેશભરના દસેક લાખ બેંક કર્મચારીઓ ૨૨મી તારીખે સરકારની નીતિનો વિરોધ કરશે. તેમ છતાં સરકાર દ્વારા કોઇ નિર્ણયની જાહેરાત નહિ કરવામાં આવે તો દિલ્હીમાં પાર્લામેન્ટ સમક્ષ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને આગામી દિવસોમાં હડતાળ સહિતના વિરોધ પ્રદર્શન કરાશે. નોંધનીય છે કે, બેંક કર્મચારીઓની એક દિવસની પ્રતિક હડતાળને લીધે માત્ર અમદાવાદ શહેરમાં જ રૂપિયા ૧૫૦૦ કરોડના ચેકનું ક્લિયરન્સ સહિત રૂપિયા પાંચ હજાર કરોડના વ્યવહારો અટકશે.

3

જોકે એક દિવસ બેંકોનું કામ ઠપ થતાં માત્ર અમદાવાદના જ રૂપિયા ૧૫૦૦ કરોડના ચેકનું ક્લિયરન્સ અટકશે. જયારે પાંચ હજાર કરોડના બેન્કિંગ વ્યવહારો પણ અટકશે. કર્મચારીઓ દ્વારા ખાસ કરીને બેંકો દ્વારા ગ્રાહકો પાસેથી ખોટી રીતે સર્વિસ ચાર્જ વસૂલ કરવામાં આવી રહ્યો છે. તેનો પણ ભારે વિરોધ કરવામાં આવ્યો છે.

4

નવી દિલ્હીઃ સાર્વજનિક ક્ષેત્રની બેંકોમાં આજે હડતાળને કારણે બેન્કિંગ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. સરકારના મર્જરના નિર્ણય અને કેટલીક અન્ય માગને લઈને યૂનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યૂનિયન્સ (UFBU)ના નેજા હેઠળ તમામ બેંક યૂનિયનોએ 22 ઓગસ્ટના રોજ હડતાળ પર જવાનું આહ્વાન કર્યું હતું. જોકે, ખાનગી ક્ષેત્રની બેંકોનું કામકાજ રાબેતા મુજબ ચાલુ રહેશે.

  • હોમ
  • India-news
  • દેશ
  • આજે બેંક યૂનિયનની હડતાળ, 1500 કરોડના ચેકનું ક્લિયરિંગ અટકશે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.