નોટબંધીના વિરોધમાં આજે દેશભરમાં બેંક એસોસીએશન દ્વારા દેખાવો અને ધરણા સહિતના કાર્યક્રમો

ઉપરાંત બેંક યૂનિયનો દ્વારા આવતીકાલે નાણાંપ્રધાનને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવશે. આ આવેદનપદ્ર દ્વારા માગ કરાશે કે, નોટબંધીના કારણે પરિસ્થિતિ ખૂબ જ નાજુક છે અને એટીએમમાં અને બેંકને પુરતી નોટ મળતી નથી. પ્રાઈવેટ બેંકોને વધુ અને સરકારી બેંકોને ઓછી રકમ ફાળવવામાં આવી રહી છે. જેથી સરકારી બેંકોને પુરતી રકમ ફાળવવાની માગણી કરવામાં આવશે. ઉપરાંત યૂનિયનો એવી માગણી કરી રહ્યા છે કે, જો રોકડની પુરતી વ્યવસ્થા કરવામાં ન આવે ોત જે તે બેંકના કેસ કાઉન્ટ બંધ રાખવાની મંજૂરી આપવામાં આવે.
અમદાવાદઃ નોટબંધીના વિરોધમાં આજથી ઓલ ઇન્ડિયા બેન્ક એસોસિએશન દ્વારા દેશભરમાં દેખાવો સાથે વિરોધના કાર્યક્રમો યોજવાની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ અંતર્ગત આજે અમદાવાદના લાલ દરવાજા ખાતે સાંજે 5.30 વાગે દેખાવો કરવામાં આવશે.
આ ઉપરાંત જે બેંકમાંથી કાળા ધોળા નાણા મુદ્દે તપાસ થઈ છે અને ગેરરીતિ ખુલે છે તે બેંકોમાં સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવે તેમજ લાઈનમાં ઉભી રહેતી વખતે ગ્રાહકોને તેમજ વધારે કામગીરીને કારણે જે કર્મચારીએ જીવ ગુમાવ્યા છે તેવા ગ્રાહકો અને કર્મચારીઓને સરકાર વળતર ચૂકવે તેવી માગણી કરવામાં આવશે. ઉપરાંત આગામી ૨ જાન્યુઆરીના રોજ કાળી પટ્ટી ધારણ કરીને કર્મચારીઓ બેંકની કામગીરી કરશે જ્યારે ૩ જાન્યુઆરીના જે જગ્યાએ પરમીશન મળશે ત્યાં ધરણા કરવામાં આવશે.