આજે જે બેન્કમાં તમારું ખાતું છે ત્યાં જ જૂની નોટ બદલી શકાશે, સીનિયર સિટિઝનોને છૂટ
ગૃહિણીઓ અને જનધન ખાતાની પણ તપાસ અને કાર્યવાહી થઇ શકે છે. સરકારે પહેલાં કહ્યું હતું કે ખાતામાં 2.50 લાખ રૂપિયા અને જનધનના ખાતામાં 50 હજાર રૂપિયા સુધીની રકમ જમા થવા પર પૂછપરછ નહીં થાય. પરંતુ હવે છૂટથી ગેરરીતિ થઇ શકે છે. ખાતામાં ખાતેદારની રકમ નથી તેવી જાણ થશે તો નવા નિર્દેશ પ્રમાણે 12% વ્યાજ સાથે 200% દંડ થશે.
ઋષિએ જણાવ્યું હતું કે 10 દિવસથી બેન્કો પોતાના ગ્રાહક પ્રત્યે ધ્યાન નથી આપી રહી. ઘણાં કામ બાકી હોવાને કારણે શનિવારે માત્ર પોતાના ગ્રાહકો ઉપર ધ્યાન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શનિવારે બેન્કો સમય કરતાં વધારે નહીં ખૂલે. રવિવારે બેન્કો બંધ રહેશે અને સોમવારથી તમે ગમે તે બેન્કમાં નોટ બદલાવી શકશો. ઋષિએ જણાવ્યું હતું કે આંગળી ઉપર શાહી લગાવવાને કારણે બેન્કોમાં 40 ટકા સુધી ભીડ ઘટી છે. દરમિયાન રિઝર્વ બેન્કે ટિયર 1 અને 2 પ્રકારનાં શહેરોમાં પીઓએસથી નાણાં ઉપાડવાની મર્યાદા રૂ. 1000થી વધારીને રૂ. 2000ની કરી દીધી છે.
નવી દિલ્હીઃ ભારતીય બેંક એસોસિશને શુક્રવારે કહ્યું કે, શનિવારે તમામ બેંક માત્ર પોતાના ગ્રાહકોને જ સેવા આપશે અને અન્ય બેંકના ગ્રાહકોની જૂની 500 અને 1000ની નોટ બદલશે નહીં. જોકે, વરિષ્ઠ નાગરિકોને આ મામલે છૂટ આપવામાં આવી છે અને તે કોઈપણ બેંકમાં જઈને જૂની નોટ બદલાવી શકશે. વરિષ્ઠ નાગરિકોને બાદ કરતા અન્ય લોકોને શનિવારે રૂ.500-1000ની જૂની નોટો બદલવામાં થોડી તકલીફ પડશે. ઇન્ડિયન બેન્ક એસોસિએશનના અધ્યક્ષ રાજીવ ઋષિએ નિર્ણયની જાણકારી આપી હતી. રિઝર્વ બેન્ક અને નાણામંત્રાલયે પણ દરખાસ્ત સ્વીકારી લીધી છે.