બેંક ફાટેલી કે લખાણ હોય તેવી નોટ ના સ્વીકારે તો થશે કેટલો દંડ ? રીઝર્વ બેંકે બહાર પાડ્યું શું ફરમાન ? જાણો
આ અંગે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના બેંકના અધિકારીઓએ જણાવ્યું કે અમને એવી કોઈ માહિતી મળી નથી પરંતુ, અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ નોટોને વાળે, સ્ટેપલ કે તેના પર કંઈ લખે નહીં.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRBIના નોટિફિકેશન અનુસાર ચલણી નોટ પર કંઈ લખ્યું હોય તો તેની માન્યતા ખતમ નથી થતી. બેંક જો ફાટેલી નોટ લેવાની ના પાડે તો તેમની ફરિયાદ ગ્રાહક અમને કરી શકે છે. આ ફરિયાદના આધારે ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ લગાવવામાં આવશે. તેમાં કેટલાક પ્રતિબંધ પણ છે કે ૨૦૧૬માં આરબીઆઈ દ્વારા જાહેર કરેલા નોટિફિકેશનમાં કહ્યું હતુ કે જો કોઈ ગ્રાહક ૨૦ નોટ અથવા ૫ હજાર રૂપિયા સુધીની નોટ બદલાવે છે તો તેની ઉપર સર્વિસ ચાર્જ આપવો પડશે.
મુંબઇ: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નોટિફિકેશન જાહેર કરી માહિતી આપી છે કે જો કોઈ બેંક ફાટેલી નોટો અથવા તો કંઈ પણ લખેલું હોય તેવી નોટો લેવાની ના પાડે તો તેમની સામે કાર્યવાહી કરી ૧૦ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે. દેશમાં લોકો નોટો પર કંઈ પણ લખી દેતા હોય છે જેના કારણે રિઝર્વ બેંકને દર વર્ષે ઘણું નુકસાન થાય છે. તેમ છતાં આરબીઆઈએ નોટિફિકેશન જાહેર કરી બેંકોને આવી નોટો સ્વીકાર કરવા માટે કહ્યું છે.
આ અંગે અન્ય બેંકોને પૂછવામાં આવ્યું કે તેઓ આવી નોટો સ્વીકારે છે કે નહીં તો તેમણે કોઈ જવાબ આપ્યો નહીં. તમને જણાવી દઈએ કે વર્ષ ૧૯૯૯ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સ્વચ્છ નોટ નીતિ શરૂ કરવામાં આવી હતી, જેમાં લોકોને અપીલ કરતા કહેવામાં આવ્યું હતું કે તેઓ નોટ પર કંઈ લખે નહીં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -