✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નોટબંધી બાદ બેંકોમાં જૂની નોટોમાં 5.44 લાખ કરોડ રૂપિયા જમા થયા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Nov 2016 10:16 AM (IST)
1

નવી દિલ્હીઃ સરકાર દ્વારા 500 અને 1000ની નોટ બંધ કરવાના નિર્ણય બાદથી બેંકોમાં 18 નવેમ્બર સુધી 5.44 લાખ કરોડ રૂપિયાની જૂની નોટ બદલવામાં અથવા જમા કરવામાં આવી છે.

2

રિઝર્વ બેંકે એક નિવેદનમાં જણાવ્યું કે, 10થી 18 નવેમ્બર દરમિયાન બેંકોના કાઉન્ટર અથવા એટીએમ દ્વારા 103316 કરોડ રૂપિયાની નોટ વિતરિત કરવામાં આવી. સરકાર દ્વારા 8 નવેમ્બર 2016ના રોજ 500 અને 1000ની નોટ બંધ કરવાની જાહેરાત બાદથી રિઝર્વ બેંકે જૂની નોટ બદલવા અથવા જમા કરાવવાની વ્યવસ્થા કરી છે.

3

આ સુવિધા રિઝર્વ બેંક અને કોમર્શિયલ બેંકોની સાથે ક્ષેત્રીય ગ્રામીમ બેંક તથા શહેરી સહકારી બેંકોમાં ઉપલબ્ધ છે. બેંકો અનુસાર 10 નવેમ્બરથી 18 નવેમ્બર દરમિયાન તેમણે 5,44,571 કરોડ રપિયાની નોટ બદલી અથવા જમા કરી છે. તેમાંથી 33,006 કરોડ રૂપિયાની નોટ બદલવામાં આવી છે જ્યારે 5,11,565 કરોડ રૂપિયાની જમા થઈ છે.

4

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ દરમિયાન લોકોએ પોતાના ખાતા અથવા એટીએમથી 1,03,316 કરોડ રૂપિયા ઉપાડ્યા છે. નોટબંધીની જાહેરાત બાદ 10 નવેમ્બરના રોજ બેંક ખુલી હતી. તે દિવસથી લઈને આજ સુધી બેંકમાં લાંબી લાઈનો જોવા મળી રહી છે. લોકો નોટ બદલવા અથવા જમા કરાવવા માટે બેંકો અને પોસ્ટ ઓફિસના ચક્કર કાપી રહ્યા છે. એટીએમ પર પણ લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે.

5

સરકારે જૂની નોટનો ઉપયોગ પેટ્રોલ-ડીઝલ, રેલવે અથવા એરલાઈન્સ ટિકિટ ખરીદવા, વિજળી-પાણીના બિલ ચૂકવવા અથવા ટેક્સ ચૂકવવા ઉપરાંત સરકારી હોસ્પિટલમાં કરવાની મંજૂરી આપી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • નોટબંધી બાદ બેંકોમાં જૂની નોટોમાં 5.44 લાખ કરોડ રૂપિયા જમા થયા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.