✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નરેન્દ્ર મોદી અને કેજરીવાલ પર બનેલી આ ફિલ્મ અંતે સેન્સર બોર્ડમાં પાસ, જાણો શું હતો વિવાદ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Apr 2018 11:14 AM (IST)
નરેન્દ્ર મોદી અને કેજરીવાલ પર બનેલી આ ફિલ્મ અંતે સેન્સર બોર્ડમાં પાસ, જાણો શું હતો વિવાદ
1

ફિલ્મના ડાયરકેટર અપીલકર્તા કમલ સ્વરૂપના વકીલે ટ્રિબ્યૂનલને કહ્યું કે કિન્નરની વાતને ડોક્યુમેન્ટ્રીમાં જેવી રીતે હતી તેવી જ રીતે રજૂ કરાઈ છે. કોઈપણ પ્રકારની સલાહ આપ્યાં વગર રીપ્રોડ્યુસ કરાઈ છે. પોતાની તરફથી કંઈપણ નથી જોડવામાં આવ્યું.

2

ફિલ્મમાં વડાપ્રધાન મોદી અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવલ અંગે કરવામાં આવેલી અપમાનજનક ટીપ્પણીઓને ટ્રિબ્યૂનલે એમ કહેતાં પાસ કરી દીધાં કે તેને દર્શકોના અનુભવ અને વિવેક પર પૂરો વિશ્વાસ છે. બંને નેતાઓએ બનારસ સીટ પરથી ચૂંટણી લડી હતી. તેના પ્રચારના સમયે ફિલ્મ માટે 44 દિવસ સુધી ભાષણને રેકોર્ડ કરવામાં આવ્યાં. જે બાદ 'બેટલ ફોર બનારસ'ને રજૂ કરવા ઘણી લાંબી લડાઈ જોવા મળી. સેન્સર બોર્ડે ઓક્ટોબર, 2015માં આ ફિલ્મને પાસ કરી ન હતી.

3

સેન્સર બોર્ડને ફિલ્મમાં નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલ પર કરવામાં આવેલી કેટલીક કોમેન્ટને લઈને આપત્તિ હતી. જે અંગે જસ્ટિસ મનમોહન સરીનની અધ્યક્ષાતામાં ટ્રિબ્યૂનલે સ્પષ્ટતા માંગી હતી. ડોક્યુમેન્ટ્રીના એક દ્રશ્યમાં એક કિન્નર મોદી અંગે કહી રહ્યો છે- મોદી જહાજથી આવ્યો, શું કરીને ચાલ્યો ગયો? ભીડ ભેગી કરી, શું કર્યું? કંઈ જ નથી કર્યું...

4

આ અંગે અપીલકર્તાએ દલીલ કરી હતી કે આ પ્રકારની વાત ખરેખર કરવામાં આવી હતી અને વાસ્તવિક નિવેદન પર આધારિત છે. ટ્રિબ્યૂનલની ફિલ્મને પાસ કરતાં તેમાં એક ઈન્ટ્રોડક્શન અને એક ડિસ્ક્લેમર જોડવાની સલાહ અપાઈ છે.

5

6

ટ્રિબ્યૂનલે કેજરીવાલ અંગે કરેલી કોમેન્ટ્સ અંગે પણ પૂછ્યું. ફિલ્લમાં કિન્નર એક રિપોર્ટર સાથેની વાતચીતમાં કહે છે કે- અરવિંદ કેજરીવાલ છે, તેઓ આમ આદમીની ટોપી લગાવીને ફરે છે. શું તે આમ આદમી છે? બે મહિનાની અંદર સરકારની કેટલી સારી ખુરસી દિલ્હીથી મળી હતી, વેંચીને ભાગી ગયો. તો બનારસથી જીતીને ક્યાં જશે? સેન્સર બોર્ડે ખુરસી વેંચીને ભાગી ગયો વાક્ય અપમાનજનક ગણાવ્યું હતું.

7

સેન્સર બોર્ડની દલીલ હતી કે, ઉમેદવાર ચૂંટણી દરમિયાન એવી એવી વાતો કરતાં હોય છે જે ઘણી જ આપત્તિજનક હોય છે. સેન્સર બોર્ડના ફેંસલાને ફિલ્મ સર્ટિફિકેશન અપીલેટ ટ્રિબ્યૂનલે પણ યોગ્ય ગણાવ્યો હતો. પરંતુ જાન્યુઆરી, 2018માં દિલ્હી હાઈકોર્ટે બોર્ડના તર્કોને માન્યો નહીં અને અપીલી ટ્રિબ્યૂનલથી ફિલ્મ પર નવી રીતે તપાસના નિર્દેશ આપ્યાં. હવે ટ્રિબ્યૂનલની સામે ડોક્યુમેન્ટ્રીને ફગાવવાના કોઈજ રસ્તા ન હતા. તેથી અંતે તે ફિલ્મને U/A સર્ટિફિકેટથી પાસ કરવામાં આવી છે.

8

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલની રાજકીય લડાઇ પર બનેલી ફિલ્મ 'બેટલ ફોર બનારસ'ને અંતે સેન્સર બોર્ડે પાસ કરી દીધી છે. આ એક ડૉક્યૂમેન્ટરી ફિલ્મ છે. લોકસભા ચૂંટણી 2014માં બનારસ સીટ પર થયેલાં ચૂંટણી મહાસમર પર બનેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ 'બેટલ ફોર બનારસ' અંતે હાઈકોર્ટના ફેંસલા બાદ ફિલ્મ સર્ટિફિકેશન અપીલેટ ટ્રિબ્યુનલમાં પાસ થઈ ગઈ છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • નરેન્દ્ર મોદી અને કેજરીવાલ પર બનેલી આ ફિલ્મ અંતે સેન્સર બોર્ડમાં પાસ, જાણો શું હતો વિવાદ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.