હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને BCCI એ આપી મોટી રાહત, જાણો વિગત
ઉલ્લેખનીય છે કે ટીવી શૉ 'કૉફી વિથ કરણ'માં હાર્દિક પંડ્યા પોતાના સાથી ખેલાડી લોકેશ રાહુલ સાથે આવ્યો હતો. શૉ દરમિયાન હૉસ્ટ કરણ જોહરે બન્ને ખેલાડીઓને તેની પ્રાઇવેટ લાઇફ વિશે પુછ્યુ હતુ. હાર્દિકે તે સમયે મહિલાઓ પર કેટલીક અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. જેને લઇને વિવાદ થતાં BCCI દ્વારા તપાસ જ્યાં સુધી પૂર્ણ ના થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કે, હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ સંપૂર્ણ રીતે મુશ્કેલીમાંથી બહાર નથી નીકળ્યાં. સુપ્રીમ કોર્ટ આ મામલે તપાસ માટે લોકપાલની નિયુક્તિ કરશે અને તેના બાદ બન્નેને સજા થશે કે નહીં તે અંગે નિર્ણય કરશે. પરંતુ તપાસ પૂરી થાય ત્યાં સુધી બન્ને ખેલાડીઓને ફરી રમવાની અનુમતિ મળી ગઈ છે.
નવી દિલ્હી: ટીવી શો ‘કોફી વિથ કરણ’માં મહિલાઓ પર વાંધાજનક ટીપ્પણી કરવા પર વિવાદોમાં ફસાયેલા હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને BCCI એ મોટી રાહત આપી છે. અહેવાલ અનુસાર બીસીસીઆઈએ આ મામલે તપાસ પૂરી થાય ત્યાં સુધી હાર્દિક અને રાહુલ પર લગાવવામાં આવેલ પ્રતિબંધને હટાવી દીધો છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે ગત સપ્તાહે લોકપાલની નિયુક્તિને લઇને થનારી સુનાવણીને ટાળવાનો નિર્ણય કર્યો હતો.
જો કે, બીસીસીઆઈએ અગાઉથી જ ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે શુભમન ગિલ અને વિજય શંકરને ટીમમાં સામેલ કરી લીધાં છે. પ્રતિબંધ હટ્યા બાદ રાહુલ અને પંડ્યાને ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન ટીમમાં સામેલ કરવામાં આવશે કે નહીં તે અંગે ક્રિકેટ બોર્ડે કોઈ જ જાણકારી આપી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -