વાઘા બોર્ડર પર યોજાઈ બીટિંગ ધ રિટ્રીટ સેરેમની, BSFએ પાકિસ્તાન સામે બતાવ્યું શક્તિ પ્રદર્શન, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 Jan 2019 05:58 PM (IST)
1
વાઘા: સમગ્ર દેશમાં આજે 70માં પ્રજાસતાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ તકે વાઘા બોર્ડર પર દેશના જવાનોએ પણ દુશ્મન દેશની સામે શક્તિ પ્રદર્શન કર્યું હતું. વાઘા બોર્ડર પર બીએસએફના જવાનોએ બીટિંગ ધ રિટ્રીટ સેરેમની દરમિયાન પોતાની તાકાત બતાવી હતી.
2
વાઘા બોર્ડર પર આ વર્ષ પ્રજાસતાક દિવસના સમારોહમાં ફિલ્મ સ્ટાર્સ પણ બીએસએફના જવાનોનો ઉત્સાહ વધારવા માટે પહોંચ્યા હતા. હાલમાં જ આવેલી ફિલ્મ ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈકના કલાકાર વિક્કી કૌશલ અને યામી ગૌતમ પણ જવાનોનો ઉત્સાહ વધારવા માટે પહોંચ્યા હતા.
3
વાઘા બોર્ડર પર બીટિંગ ધ રિટ્રીટ સેરેમની દરમિયાન હજારોની સંખ્યમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અહીં લોકોએ જયહિંદ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા.
4
અભિનેતા વરૂણ ધવને પણ દેશ ભક્તિના ગીત પર પરફોર્મન્સ કર્યું હતું.