બેંગલુરુની રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, અંદર ઊંઘી રહેલા 5 કર્મચારીઓના મોત
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા મુંબઈના કમલા મિલ્સ કંપાઉન્ડમાં 3 રેસ્ટોરન્ટ્સમાં લાગેલી ભીષણ આગમાં 14 લોકોના મોત થયા હતા.
બાર રેસ્ટોરાન્ટનું લાઇસન્સ આરવી દયાશંકરના નામ પર છે. જોકે આગથી કેટલું નુકસાન થયું તેનો અંદાજ લગાવી શકાયો નથી.
બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી કૈલાશ બાર રેસ્ટોરન્ટમાં મળસ્કે 2.30 કલાકે આગ લાગી હતી. જે બાદ ફાયરબ્રિગેડને આ અંગેની સૂચના આપવામાં આવી. ફાયબ્રિગેડે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો.
બેંગલરુઃ કર્ણાટકની રાજધાની બેંગલુરુના એક રેસ્ટોરાન્ટમાં ભીષણ આગ લાગવાથી ઘટના બની છે. જેમાં 5 લોકોના મોત થયા છે. દુર્ઘટના સબજી મંડી વિસ્તારની કુંબારા સાંધા બિલ્ડિંગમાં બની હતી.
દુર્ઘટના બની ત્યારે કર્મચારીઓ અંદર ઊંઘી રહ્યા હતા. આગ લાગવાના કારણે તેઓ ફસાઇ ગયા અને આગની ઝપટમાં આવવાથી મોતને ભેટ્યા. મૃતકોના નામ સ્વામી (23), પ્રસાદ (20), મંજૂનાથ (45), કીર્તિ (24) અને મહેશ (35) છે.