ઓલા કાર ડ્રાઈવરે એરપોર્ટ જતી યુવતીને કારમાં પરાણે કરી નગ્ન ને પછી..........
યુવતી જ્યારે હેલ્પ માટે ચીસ પાડવા લાગી તો ડ્રાઈવરે તેને મારવાની ધમકી આપી. મુંબઈ પહોંચી યુવતીએ ઇમેલ દ્વારા બેંગલુરુ પોલીસ કમિશ્નર ટી સુનીલ કુમારને ફરિયાદ કરી. પોલીસે એક્શન લેતા કેબ ડ્રાઈવર વિરૂદ્ધ એફઆઈઆર નોંધી અને ડ્રાઈવર અરૂણની ધરપકડ કરી. જ્યારે ઓલાએ આ મામલે માફી માગતા ટ્વિટ કર્યું કે તે આ કૃત્ય માટે માફી માગે છે. પ્રવાસીઓની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે. અમે ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કરી દીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએરપોર્ટ નજીક પહોંચ્યા બાદ તેણે કાર રોકી દીધી અને યુવતી સાથે છેડછાડ કરવા લાગ્યો. જ્યારે યુવતીએ તેનો વિરોધ કર્યો તો ડ્રાઈવરે ધમકી આપી કે તે ચીસ પાડશે તો તેના સાથીઓને બોલાવીને તેનો ગેંગરેપ કરાવશે. યુવતીએ આરોપ લગાવ્યો કે ડ્રાઈવરે તેનું ગળુ દબાવવવાનો પ્રયત્ન પણ કર્યો અને ત્યાર બાદ જબરદસ્તીથી કપડા ઉતરાવ્યા. ત્યાર બાદ તેણે તસવીરો ખેંચી અને વ્હોટ્સએપ પર તેણે શેર કરી.
મહિલાએ પોલીસને જણાવ્યું કે, તેણે એરપોર્ટ જવા માટે સવારે 2 કલાકે કેબ બુક કરાવી હતી. ડ્રાઈવરે તેને પિક કરી અને એરપોર્ટ જવા નીકળી ગઈ. થોડે દૂર જવા પર કેબ ડ્રાઈવરે નિર્ધારિત રૂટ કરતાં અન્ય રસ્તે કાર વાળી દીધી. યુવતીએ જ્યારે ડ્રાઈવરને પૂછ્યું તો તેણે કહ્યું કે આ રસ્તો ટોલ ફ્રી છે અને તે ઝડપથી એરપોર્ટ પહોંચી જશે.
પીડિતાએ પોલીસને જણાવ્યું કે, કેબ ડ્રાઈવરે સુમસામ સ્થળ પર ગાડી રોકી અને તેની છેડતી કરવા લાગ્યો અને ત્યાર બાદ જબરદસ્તીથી કપડા ઉતરાવ્યા. ત્યાર બાદ તેણે તસવીર ખેંચી. ડ્રાઈવરે મહિલાને ધમકી આપી કે તે ચીસ પાડશે તો તે પોતાની સાથીને બોલાવીને તેના પર ગેંગરેપ કરશે.
બેંગલુરુઃ પોલીસે ઓલા કેબ ડ્રાઈવરની એક યુવતીની છેડતી કરવાના આરોપમાં ધરપકડ કરી છે. ઘટના શુક્રવાર એક જૂનની છે. ઓલા ડ્રાઈવરે 26 વર્ષીય યુવતીની સાથે એરપોર્ટ જતા સમયે છેડતી કરી હતી. મહિલા આર્કિટેક્ટ પ્રોફેશનલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઘટના સમયે મહિલા કારમાં એકલી હતી. તે મુંબઈની ફ્લાઈટ પકડવા માટે એરપોર્ટ જઈ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -