ધર્મસભામાં બોલ્યા ભૈયાજી જોશી- ભાજપ પૂર્ણ કરે રામ મંદિર બનાવવાનો વાયદો
ભૈયાજી જોશીએ સુપ્રીમ કોર્ટને કડક શબ્દોમાં શિખામણ આપતા કહ્યું કે, ન્યાયાલયે પણ લોકોની ભાવનાઓનું સન્માન કરવું જોઈએ. કારણ કે જે દેશમાં ન્યાય વ્યવસ્થા, ન્યાયાલય પ્રતિ અવિશ્વાસ હોય તેનું ઉત્થાન સંભવ નથી, આના ઉપર પણ અદાલતે વિચાર કરવો જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભૈયાજી જોશીએ કહ્યું, જે લોકો આજે સત્તામાં છે, તેમને રામ મંદિર બનાવવાનું વચન આપ્યું હતું. તેમણે લોકોને સાંભળવા જોઈએ અને અયોધ્યામાં રામ મંદિર બનાવવાની માંગને માનવી જોઈએ. સત્તામાં બેસેલ લોકોએ જનભાવનાઓનો ખ્યાલ રાખવો જોઈએ.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી નજીક આવતા રામ મંદિરના મુદ્દો જોર પકડી રહ્યો છે. અયોધ્યા બાદ હવે દિલ્હીમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ તરફથી રવિવારે વિરાટ ધર્મ-સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભૈયાજી જોશીએ ભાજપ પર રામ મંદિર નિર્માણના વચનને પૂરો ન કરવાનો આરોપ લગાવ્યો હતો. ભૈયાજી જોશીએ કહ્યું, રામ મંદિરને લઈને કોઈ ભીખ નથી માંગી રહ્યાં, અમે અમારી ભાવનાઓ વ્યક્ત કરી રહ્યાં છીએ. દેશમાં રામ રાજ્ય ઈચ્છીએ છીએ, સરકાર તેના માટે કાયદો બનાવે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -