✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આધ્યાત્મિક ગુરુ ભય્યૂજી મહારાજ પંચમહાભૂતમાં વિલીન, પુત્રી કુહુએ મુખાગ્નિ આપી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Jun 2018 04:30 PM (IST)
આધ્યાત્મિક ગુરુ ભય્યૂજી મહારાજ પંચમહાભૂતમાં વિલીન, પુત્રી કુહુએ મુખાગ્નિ આપી
1

2

સૌથી પહેલા આધ્યાત્મિક ગુરૂ ભય્યૂજી મહારાજની અંતિમ યાત્રા તેમના સર્વોદય આશ્રમથી રવાના થઈ. ફુલોથી શણગારેલા વાહનમાં ભય્યૂજી મહારાજના પાર્થિવ દેહને રાખવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રી રામદાસ અઠવલે, ધારાસભ્ય રમેશ મેંદોલા, મહેન્દ્ર હાર્ડિયા, અલવરના ધારાસભ્ય નરેન્દ્ર શર્મા, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ઓએસડી શ્રીકાંત, મધ્યપ્રદેશ સરકારમાં દરજ્જો મેળવનાર મંત્રી કોમ્પ્યુટર બાબા, કોંગ્રેસ નેતા શોભા ઓઝા, ઈન્દોરની મહાપૌર માલિની ગૌડ, કલેકટર નિશાંત વરવડે અને DIG હરીનારાયણાચારી મિશ્રાએ ભય્યૂજી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.

3

નોંધનીય છે કે, સંત અને આધ્યાત્મિક ગુરુ ભય્યૂજી મહારાજે મંગળવારે પોતાના ખાંડવા રોડ સ્થિત નિવાસ સ્થાને પોતાની રિવૉલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. જોકે, તાત્કાલિક તેમને હૉસ્પીટલમા લઇ જવામાં આવ્યા હતા પણ ત્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મોત પાછળ પારિવારિક કલહ જવાબદાર હોવાની વાત સામે આવી છે.

4

5

6

આ ઉપરાંત પોલીસને બીજી એક સુસાઇડ નૉટ પણ મળી આવી જેમાં તેમને બધી સંપતિ સેવક વિનાયકના નામે કરવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમાં લખ્યું હતું કે, વિનાયક પર ટ્રસ્ટ કરુ છું, એટલા માટે તેને આ બધી જવાબદારી આપીને જઇ રહ્યો છું અને આ હુ કોઇપણ જાતના દબાણ વિના લખી રહ્યો છું. જ્યારે ભય્યૂજીએ પોતાની જાતને ગોળી મારી ત્યારે વિનાયક પણ ઘરે જ હાજર હતો.

7

મૃત્યુ બાદ તેમના રૂમમાંથી પોલીસને એક સુસાઇડ નૉટ મળી હતી. ડાયરીના એક નાના પેજ પર લખેલી આ સુસાઇડ નૉટથી ખબર પડે છે કે ભય્યૂજી મહારાજ કેટલાય દિવસોથી ખુબ તણાવમાં હતા, સ્સૂસાઇડ નૉટ અનુસાર, 'પરિવારની જવાબદારીને સંભાળવા માટે કોઇએ ત્યાં હોવું જોઇએ, હું ખુબજ પરેશાન થઇને તણાવની સાથે જઇ રહ્યો છું.'

8

ઇન્દોરઃ ભય્યૂજી મહારાજ આજે પંચમહાભૂતમાં વિલીન થઇ ગયા છે, ભમોરી સ્મશાન ઘાટમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, તેમની પુત્રી કુહુએ તેમને મુખાગ્નિ આપી. આ પહેલા સવારે 9 વાગ્યાથી ભય્યૂજી મહારાજનો પાર્થિવ દેહ સૂર્યોદય આશ્રમમાં અનુયાયીઓ અને સમર્થકોના દર્શન માટે રાખવામાં આવ્યો હતો. ભય્યૂજી મહારાજે ગઇકાલે બપોરે પોતાની જાતે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.

9

ભય્યૂજી મહારાજના અંતિમ દર્શન અને અંતિમ સંસ્કારમાં અનેક હસ્તીઓ ઉમટી પડી હતી, જેમાં કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે અને પંકજા મુંડે સહિત અનેક પ્રતિષ્ઠિત લોકો સામેલ હતા.

  • હોમ
  • India-news
  • દેશ
  • આધ્યાત્મિક ગુરુ ભય્યૂજી મહારાજ પંચમહાભૂતમાં વિલીન, પુત્રી કુહુએ મુખાગ્નિ આપી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.