2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજે BJPની કારોબારીની બેઠક, જાણો ક્યા મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બેઠકમાં પાર્ટી દ્વારા કેન્દ્ર અને રાજ્યમાં થયેલા કામોની પ્રમુખતાથી ચર્ચા કરવામાં આવશે. આ સાથે જ બેઠકમાં તમામ રાજ્યોના અધ્યક્ષોને પોત પોતાના પ્રદેશનું રિપોર્ટ કાર્ડ રજુ કરવાનું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત દેશભરમાં એસસી/એસટી એક્ટમાં સંશોધન બાદ જે સ્થિત બની રહી છે તેના પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૂત્રોના જણાવ્યા પ્રમાણે, અમિત શાહની આ બેઠકમાં 3 રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને 2019ની લોકસભા ચૂંટણીની દશા-દિશા નક્કી કરવામાં આવશે. આ બેઠકમાં પાર્ટીની આર્થિક અને રાજકીય દિશા અને દશા નક્કી કરવામાં આવશે.
શાહનવાઝે જણાવ્યું હતું કે, આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત પાર્ટીના તમામ નેતાઓ હાજર રહેશે. આ દરમિયાન ભાજપ અધ્યક્ષ અમિત શાહ હાજર નેતાઓને સંબોધશે. બેઠકમાં દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને પણ શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવશે.
નવી દિલ્હી: 2019 લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગેલા ભાજપની આજથી દિલ્હીમાં બે દિવસની કારોબારી બેઠક શરૂ થઈ ગઈ છે. બેઠકના પહેલા દિવસે આજે સવારે ભાજપના અધ્યક્ષ અમિત શાહ રાષ્ટ્રીય પ્રદેશ પદાધિકારીઓ અને રાજ્યના અધ્યક્ષ સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરશે. પાર્ટી પ્રવક્તા શાહનવાઝ હુસૈને જણાવ્યું હતું કે, અમિત શાહની આ બેઠકમાં ગત નિર્ણયોને લઈને પણ વાતચીત કરવામાં આવી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -