✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સંત ભય્યૂજી મહારાજે ગોળી મારીને કરી આત્મહત્યા, શિવરાજે બનાવ્યા હતા રાજ્યમંત્રી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Jun 2018 03:04 PM (IST)
સંત ભય્યૂજી મહારાજે ગોળી મારીને કરી આત્મહત્યા, શિવરાજે બનાવ્યા હતા રાજ્યમંત્રી
1

ઉલ્લેખનીય છે કે, શિવરાજ સરકાર દ્વારા મધ્યપ્રદેશમાં જે પાંચ સંતોને રાજ્ય મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો હતો, ભય્યૂજી મહારાજ તેમાના એક છે, જોકે તેમને ફગાવી દીધુ હતું. ઉલ્લેખનીય છે કે, ભય્યૂજી મહારાજ 49 વર્ષની ઉંમરે બીજા લગ્ન કર્યા હતા. તેમનુ સાચુ નામ ઉદેયસિંહ દેશમુખ છે.

2

ભય્યૂજી મહારાજે પોતાને ગોળી કેમ મારી, એ વાતનો હજુ સુધી કોઇ ખુલાસો નથી થયો. ઘટનાની જાણ થતા જ હૉસ્પીટલની બહાર મોટીસંખ્યામાં તેમના સમર્થકોનો જમાવડો થઇ ગયો હતો.

3

માહિતી પ્રમાણે, ભય્યૂજી મહારાજે મંગળવારે બપોરે સિલ્વર સ્પ્રિંગ સ્થિત પોતાના બંગલાના બીજા માળે પોતાની જાતે ગોળી મારી દીધી હતી. કહેવાઇ રહ્યું છે કે કેટલાક દિવસોથી પારિવારિક વિવાદોના કારણે તેઓ પરેશાન હતા. જેના કારણે તે ડિપ્રેશનમાં હતા.

4

ભય્યૂજી મહારાજનું સાચું નામ ઉદયસિંહ દેશમુખ છે. તેમનો જન્મ શુજાલપુરના એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેમનો મુખ્ય આશ્રમ ઈંદોરમાં છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ, પીએમ મોદી, મહારાષ્ટ્રના પૂર્વ સીએમ વિલાસરાઓ દેશમુખ, શરદ પવાર, લતા મંગેશકર, ઉદ્ધવ ઠાકરે અને મનસેના રાજ ઠાકરે, આશા ભોસલે વગેરે તેમની આશ્રમમાં જઈ આવ્યા છે.

5

ભય્યૂજીના આ નિર્ણયથી તેમના શિષ્યો અચંબામાં હતા. ઉલ્લેખનીય છે કે ભય્યૂજી મહારાજ લગભગ એક વર્ષ પહેલા સાર્વજનિક જીવનથી સન્યાસ લેવાની વાત કરી ચૂક્યા હતા. તેમણે થોડા સમયથી હાઈપ્રોફાઈલ લોકો અને નેતાઓથી દૂરી પણ બનાવી લીધી હતી

6

ઉલ્લેખનીય છે કે ભૈયુજી મહારાજની પહેલી પત્ની માધવીનું નિધન એક વર્ષ પહેલા થયું હતું. માધવી અને ભૈયુજીને એક દિકરી પણ છે. જે પુણેમાં ભણે છે. 30 એપ્રિલે તેમણે ઈંદોરની ડો. આયુષી શર્મા સાથે લગ્ન કરી લીધા છે.

7

મલ્લિકાએ આરોપ લગાવ્યો છે કે ભય્યૂજીએ મને મોહજાળમાં ફસાવી હતી, અને છુપાઈને બીજા નંબર પરથી ફોન કરીને હેરાન કરતા હતા. ભય્યૂજી પર વિશ્વાસ ન કરતા. આ પોસ્ટને શેર કરો. અને મારા લખેલા પુસ્તકની નકલો પાછી મેળવવા માટે હું કોર્ટની નોટિસ મોકલીશ. તેનો એક પત્ર પણ મારી પાસે છે.

8

મલ્લિકા રાજપૂતે પોતાની ફેસબુક પ્રોફાઈલમાં પોતાને એક્ટ્રેસ, ગાયિકા અને સ્ક્રીન રાઈટર ગણાવે છે, જે ભાજપ સાથે જોડાયેલી છે અને પોતાને એક લેખક કહે છે. મલ્લીકા રાજપૂતે ફેસબુક પર મેસેજ લખ્યો હતુ કે ભય્યૂજી મહારાજે મને છેતરી છે અને તે ચાલબાજ છે. મેં મહેનત કરીને તેમના પર એક પુસ્તક લખ્યુ છે. જેની 950 નકલો તેમની પાસે બે-અઢી વર્ષથી છે.

9

નોંધનીય છે કે, અગાઉ ભય્યૂજી મહારાજ પર મોડેલ એક્ટ્રેસ મલ્લિકા રાજપૂતે ગંભીર આરોપો લગાવ્યા હતા. મલ્લિકાએ આરોપ લગાવ્યો હતો કે ભય્યૂજીએ તેને મોહજાળમાં ફસાવી હતી. અને અલગ-અલગ નંબર પરથી ફોન કરીને તેને હેરાન કરી હતી.

10

નવી દિલ્હીઃ રાષ્ટ્રસંતનો દરજ્જો પ્રાપ્ત ભય્યૂજી મહારાજે કથિત રીતે મધ્યપ્રદેશના ઇન્દોમાં પોતાની જાતે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. જોકે, ગંભીર રીતે ઘવાયા બાદ ભય્યૂજી મહારાજને એક ખાનગી હૉસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

  • હોમ
  • India-news
  • દેશ
  • સંત ભય્યૂજી મહારાજે ગોળી મારીને કરી આત્મહત્યા, શિવરાજે બનાવ્યા હતા રાજ્યમંત્રી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.