જેલમાંથી છોડવામાં આવ્યો ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર 'રાવણ', ભાજપ સામે કર્યું જંગનું એલાન
આ પહેલા રાજ્ય સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી એક પ્રેસ રીલિઝમાં કહેવામાં આવ્યું હતું કે રાવણની માતાના આવેદન પર સહાનુભૂતિપૂર્વક વિચાર કરતા તેની સમય પહેલા છોડી મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ચંદ્રશેખર રાવણને એક નવેમ્બર 2018 સુધી જેલમાં રહેવાનું હતું, પરંતુ તેને ગુરૂવારે રાત્રે છોડી મુકવામાં આવ્યો હતો. રાવણની સાથે અન્ય બે આરોપીઓ સોનૂ પુત્ર નાથીરામ અને શિવકુમાર પુત્ર રામદાસને પણ સરકારને છોડી મુકવાનો નિર્ણય કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસહારનપુરના ડીએમના રિપોર્ટ પર રાવણ સામે રાસુકા લગાવવામાં આવી હતી, જેનો ભીમ આર્મીએ વિરોધ કર્યો હતો. રાવણને છોડી મુકવા માટે લખનઉથી લઈને દિલ્હી સુધી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. યોગી સરકારના આ નિર્ણયને લોકસભા ચૂંટણી પહેલા દલિતોની નારાજગી દૂર કરવા માટેના દાવ તરીકે જોવામાં આવે છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભીમ આર્મીનો ખૂબ સારો પ્રભાવ છે.
ગત વર્ષે સહારનપુરમાં દલિતો અને ઠાકુરો વચ્ચે થયેલી જાતીય હિંસાના કારણે એક મહિના સુધી જિલ્લામાં તણાવની સ્થિતિ જોવા મળી હતી. ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખરને પ્રશાસને હિંસાનો મુખ્ય આરોપી માની ધરપકડ કરી તેની સામે કેસ દાખલ કર્યા હતા.
રાવણને છોડવામાં આવતા ખૂબ મોટી સંખ્યમાં ભીમ આર્મી સમર્થક જેલની બહાર ઉમટી પડ્યા હતા. જેલની ચારોતરફ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસની જીપમાં રાવણને જેલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. રાવણને 16 મહિના બાદ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. ઘણા રાજકીય પક્ષો ચંદ્રશેખર રાવણને છોડવાની માંગ કરી રહ્યા હતા.
નવી દિલ્હી: ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ ઉર્ફ રાવણને સહારનપુર જેલમાંથી છોડી મુકવામાં આવ્યો છે. તેને મે 2017માં સહારનપુરમાં જાતીય દંગા ફેલાવવાના આરોપમાં રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન રાસૂકા અંતર્ગત જેલમાં મોકલવામાં આવ્યો હતો. રાવણને ગુરૂવારે રાત્રે 2.30 વાગ્યે જેલમાંથી છોડી દેવામાં આવ્યો હતો. આ પહેલા બુધવારે યોગી સરકારે રાવણને જેલમાંથી છોડવાનો આદેશ આપ્યો હતો.
સહારનપુર જેલમાંથી છુટ્યા બાદ ચંદ્રશેખર રાવણે સભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેણે ભાજપ પર નિશાન સાધ્યું હતું. રાવણે કહ્યું વર્ષ 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાનું છે. ભાજપ સત્તામાં તો નહી પરંતુ વિપક્ષમાં પણ નહી આવી શકે. ભાજપના ગુંડાઓથી લડવાનું છે. તેણે કહ્યું સામાજિક હિતમાં ગઠબંધન થવું જોઈએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -