કાળાનાણાંના કુબેરો પર PMની નજર, જાણો PMO કેવી રીતે રાખી રહ્યું છે નજર
પીએમઓમાં Public grievance redressal wing હોય છે જે લોકો પાસેથી મળેલી જાણકારી પર આગળની કાર્યવાહી કરે છે. આ નોટબંધી પહેલા પણ હતું જેમાં તમામ ફરિયાદ ફોરવર્ડ થઈને આવતી હતી. પરંતુ હાલમાં તેમાં નોટબંધી અને કાળાનાણાં સંબંધિત ફરિયાદો મળી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસામન્ય લોકો કાળાનાણાંને લઈને જાણકારી આપી શકે તે માટે પીએમઓનો એક નંબર છે. તેના પર અત્યાર સુધી 600થી વધારે કોલ આવ્યા છે અને અનેક કાળાનાણાંના કુબેરો સામે આવ્યા છે. ઉપરાંત પીએમઓની વેબસાઈટ પર સામાન્ય લોકો સંપર્ક કરી શકે તે માટે એક વિન્ડો છે, પીએમ મોદીને મેલ દ્વારા અને નરેન્દ્ર મોદી એપમાં પણ આ સુવિધા છે. તેના પર પણ કાળાનાણાંની ગુપ્ત જાણકારી લોકો મોકલી રહ્યા છે.
સૂત્રો અનુસાર, દર બે કલાકે પીએમઓના સંયુક્ત અધિકારી પોતાની ટીમની સાથે મળેલી જાણકારીની સમીક્ષા કરી રહ્યા છે. દર બે કલાકે અહેવાલ બનાવીને જરૂરી કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવે છે.
પીએમ મોદીએ પીએમઓમાં કાળાનાણાંને લઈને ફોન પર મળતી જાણકારી પર કડક કાર્યવાહી કરવા અને સંબંધિત એજન્સીઓ સાથે સારી રીતે તાલમેલની સાથે દરોડા પાડવાની કાર્યવાહી માટે પીએમઓના સંયુક્ત સચિવને સંબંધિત મામલે દેખરેખ રાખવા માટે નોડલ ઓફિસર બનાવવામાં આવ્યા છે. આ અધિકારી પીએમ ખૂબ જ વિશ્વાસપાત્ર છે.
સૂત્રો અનુસાર, પ્રધાનમંત્રી કાર્યાલયમાં કાળાનાણાં વિરૂદ્ધ જે પણ જાણકારી મળી રહી છે, તેની દેખરેખ અને સમીક્ષા પીએમના વિશ્વાસપાત્ર સંયુક્ત સચિવ સ્તરના અધિકારી કરે છે. જાણકારીની સમીક્ષા બાદ અન્ય એજન્સીઓને જાણકારી આપવામાં આવે છે અને દરોડા પાડવામાં આવે છે. મોટી વાત એ છે કે દરરોજ પીએમને તેનો અહેવાલ આપવામાં આવે છે.
નવી દિલ્હીઃ નોટબંધી બાદ સતત દેશમાં કાળાનાણાં વિરૂદ્ધ દરોડાની કાર્યવાહી ચાલુ છે. એબીપી ન્યૂઝને સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે, પીએમ મોદીને કાળાનાણાં વિરૂદ્ધ ચાલતી કાર્યવાહીની સંપૂર્ણ જાણકારી હોય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -