કુમારસ્વામીના શપથમાં જોવા મળશે મોદી વિરોધીઓનો મોર્ચો, માયાવતી-મમતાથી લઈ અખિલેશ- કેજરીવાલ રહેશે હાજર
યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, બસપા સુપ્રીમો અને યૂપીના પૂર્વ મુખ્યમંત્રી માયાવતી, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને યૂપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ
નવી દિલ્લી: કર્ણાટકમાં જેડીએસના કુમારસ્વામી કાલે મુખ્યમંત્રી પદના શપથ લેશે. કુમારસ્વામીના શપથ ગ્રહણ સમારોહમાં મોદી સરકાર વિરૂદ્ધ મોર્ચો જોવા મળશે. શપથ ગ્રહણમાં સોનિયા ગાંધી અને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત વિપક્ષના ઘણા દિગ્ગજ નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પહેલા કાલે રાત્રે કુમારસ્વામીએ દિલ્લીમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી અને મંત્રીમંડળ પર વાત કરી હતી.
આ સાથે અન્ય નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં લાલૂ યાદવના પુત્ર અને બિહારના પૂર્વ ડેપ્યૂટી સીએમ તેજસ્વી યાદવ, આરએલડીના સંસ્થાપક અજીત સિંહ, અભિનેતાથી નેતા બનેલા દક્ષિણ ફિલ્મોના સુપર સ્ટાર કમલ હાસન, તમિલનાડૂના ડીએમકેના નેતા એમ કે સ્ટાલિનના નામ સામેલ છે.
રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પશ્ચિમ બંગાળના મુખ્યંત્રી મમતા બેનર્જી, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબૂ નાયડૂ, કેરલના મુખ્યમંત્રશ્રી પી વિજયન, તેલંગણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ.
કુમારસ્વામી કાલે બપોરે 4.30 વાગ્યે શપથ લેશે. તેમના શપથ સમારોહમાં મોદી વિરોધી મોર્ચો હાજર રહેશે. જે મહેમાનોને શપથ સમારોહમાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે તેમાં ધણા દિગ્ગજ નેતાઓ સામેલ છે.