બિહારઃ બોધગયામાં મહાબોધિ મંદિર પાસેથી 2 જીવતા બોંબ મળ્યા, બૌદ્ધ ધર્મગુરુ દલાઇ લામા રોકાયા છે અહીં
2013માં પણ મહોબધિ મંદિર પાસે સીરિયલ બ્લાસ્ટ થયા હતા. જેમાં બે બૌદ્ધ ભિક્ષુક ઘાયલ થયા હતા. ધડાકામાં ઈન્ડિયન મુઝાહિદ્દીનનો હાથ હતો. આ ઘટના બાદ મહાબોધિ મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી હતી, પરંતુ એક વખત બોંબ મળ્યા બાદ સુરક્ષાનો દાવો પોકળ સાબિત થયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદલાઇ લામાના પ્રવાસને જોતાં હાલ બોધગયામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ સ્થિતિમાં બોંબ મળી આવવાથી તેની સુરક્ષા પર સવાલ ઉભો થાય છે.
મહાબોધિ મંદિર પાસે કાલચક્ર મેદાનમાં બંને બોં મળ્યા હતા. કાલચક્ર મેદાનમાં આવેલા રસોઇઘરની નજીક એક થરમોસમાં નાનો ધડાકો થયો હતો. જે બાદ સુરક્ષા કર્મચારીઓ એલર્ટ થઈ ગયા અને આસપાસના વિસ્તારમાં સર્ચ શરૂ કર્યું. જે દરમિયાન આ બોંબ મળી આવ્યા હતા.
બૌદ્ધ ધર્મગુરુ દલાઇ લામા એક મહિનાના પ્રવાસ પર હાલ બોધગયામાં છે. જે કાલચક્ર મેદાન નજીક બોંબ મળી આવ્યો તેની થોડે દૂર દલાઇ લામા પ્રવચન આપતા હતા. દલાઇ લામાને મહાબોધિ મંદિરમાં રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. મહાબોધિ મંદિરથી માત્ર 100 મીટર દૂર જ બોંબ મળી આવ્યા છે.
બોધગયાઃ બિહારના બોધગયામાં મહાબોધિ મંદિર પાસે બોંબ મળવાથી હાહાકાર મચી ગયો છે. તિબેટિયન ધર્મગુરુ દલાઇ લામા હાલ બોધગયામાં છે. આ સમયે બોંબ મળવાની અહેવાલથી પોલીસ એલર્ટ થઈ ગઈ અને બોંબ ડિફ્યૂઝલ સ્કવોડને બોલાવી. અહીંથી મળી આવેલા બંને બોંબ 10-10 કિલોના છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -