ગુજરાતમાં પરપ્રાંતીયો પર થતા હુમલાઓ બાદ નીતિશ કુમારે રૂપાણી સાથે કરી વાત, જાણો શું કહ્યું?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Oct 2018 03:23 PM (IST)
1
રેપની ઘટના બાદ મોટી સંખ્યામાં પર પ્રાંતિયો ગુજરાત છોડીને જઈ રહ્યા છે. તેના કારણે ભાજપ સરકારની સ્થિતિ કફોડી બની છે. ગુજરાત પીએમ મોદીનુ પણ ગૃહ રાજ્ય હોવાથી આ મામલામાં વિપક્ષો ભાજપ પર તુટી પડ્યા છે.
2
પટના: ગુજરાતમાં બિહાર, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના લોકો પર થઈ રહેલા હુમલાઓ બાદ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું, આ ઘટના પર અમારી નજર છે. તેમણે કહ્યું, આ મામલે મે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વાત કરી છે.
3
મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું, અમે લોકો સંપર્કમાં છીએ. સમગ્ર મામલે નજર રાખવામાં આવી રહી છે. બળાત્કારના મામલામાં જે દોષી છે તેને સજા મળવી જોઈએ પણ અન્ય કોઈને હેરાન કરવામાં આવે નહી તેનુ ધ્યાન રખાવુ જોઈએ.