નીતિશ આજે વિધાનસભામાં વિશ્વાસમત મેળવશે, RJD અપનાવી શકે છે આક્રમક વલણ
સત્ર ઉગ્ર રહેવાની આશંકા છે. કારણ કે આરજેડી આક્રમક વલણ અપનાવી શકે છે. આરજેડીએ કહ્યું કે, સૌથી મોટી પાર્ટી હોવા છતા સરકાર બનાવવાની તક આપવામાં નથી આવી. આરજેડીએ કોગ્રેસના 27, માકપા-એમએલના બે ધારાસભ્ય અને કેટલાક અપક્ષ ધારાસભ્યનું સમર્થન હોવાનો દાવો કર્યો છે.
પટના: બિહારમાં નીતિશ કુમારની નેતૃત્વવાળી સરકાર આજે વિધાનસભામાં વિશ્વાસમત મેળવશે. મંત્રીમંડળ વિભાગના મુખ્ય સચિવ બ્રજેશ મેહરોત્રાએ કહ્યું કે, બિહાર વિધાનસભામાં શુક્રવારે એક દિવસીય ખાસ સત્ર બોલાવામાં આવ્યું છે. જેમાં નવી સરકાર વિશ્વાસમત મેળવશે. રાજ્યપાલ કેસરીનાથ ત્રીપાઠીએ શપથ લેતા પહેલા બે દિવસની અંદર મુખ્યમંત્રીને વિશ્વાસમત મેળવવા કહ્યું છે. જેમાં નવનિર્વાચીત મુખ્યમંત્રી વિશ્વાસમત મેળવશે.
નીતિશ કુમારની સરકાર પાસે 132 ધારાસભ્યનું સમર્થન છે. જેમાં 71 ધારાસભ્ય જેડીયૂના, 53 ભાજપના, 2 રાલોસપાના, 2 એલજીપી, 1 એચએએમ અને 3 અપક્ષના ધારાસભ્ય છે. વિધાનસભાની 243 સીટોમાંથી બહુમત માટે 122 સીટોની જરૂર હોય છે.