✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બિહારના નવાદામાં પહોંચી હિંસાની આગ, અનેક દુકાનો સળગાવાઇ, પોલીસે હવામાં ફાયરિંગ કર્યું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Mar 2018 12:15 PM (IST)
બિહારના નવાદામાં પહોંચી હિંસાની આગ, અનેક દુકાનો સળગાવાઇ, પોલીસે હવામાં ફાયરિંગ કર્યું
1

2

પટનાઃ બિહારમાં સાંપ્રદાયિક હિંસાનો મામલો વધુ વકર્યો છે, આ વખતે નવાદા જિલ્લામાં મૂર્તિ તોડવાની ઘટના બાદ બે સમુદાયોના લોકો આમને સામને આવી ગયા અને એકબીજા પર પથ્થરબાજી શરૂ કરી દીધી. સ્થિતિ પર કાબુ મેળવવા માટે પોલીસે કેટલાક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું. અત્યારે વિસ્તારમાં સ્થિતિ નિયંત્રણમાં છે પણ હિંસાને જોતા આ વિસ્તારમાં ભારે પોલીસ બળ તૈનાત કરી દેવામાં આવ્યું છે.

3

4

આ મામલે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે હાલમાં કહ્યું કે, કેટલાંક લોકો વાતાવરણ ખરાબ કરવામાં કાર્યરત છે, પરંતુ અમે એવું થવા નહીં દઈએ. સુશીલ મોદીએ પણ સ્પષ્ટ નિર્દેશ આપ્યાં હતા કે, તંત્રના જણાવ્યા મુજબના રૂટ પર જ સરઘસ અને વિસર્જન યાત્રા કાઢવામાં આવે, ભડકાઉ ગીત ન વગાડવામાં આવે.

5

હિંસાને લઇને કાયદો-વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહિવટી તંત્રએ કેટલાંક વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી છે તો અમુક જગ્યાએ ઈન્ટરનેટ સેવા પર રોક લગાવી દેવામાં આવી છે.

6

ઉલ્લેખનીય છે કે, રામ નવમી બાદથી માત્ર અઠવાડિયાની અંદર 6 જિલ્લા ભાગલપુર, ઔરંગાબાદ, સમસ્તીપુર, મુંગેર, નાલંદા, નવાદામાં સાંપ્રદાયિક હિંસા ભડકી છે. ત્યારબાદથી સતત બિહારના 'સુશાસન બાબુ' મુખ્યમંત્રી નીતિશ કુમારની હાલની કાર્યશૈલી પર પણ સવાલ ઉઠી રહ્યાં છે. જોકે સરકારનું કહેવું છે કે હિંસામાં સામેલ કોઇને પણ છોડવામાં આવશે નહીં.

7

નવાદામાં બજરંગબળીની મૂર્તિ તોડવાને લઈને બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે. જેમાં અને ગાડીઓના કાચ તોડવામાં આવ્યાં છે. બાદમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે અત્યારસુધીમાં 10 રાઉન્ડ ફાયરિંગ કર્યાં હતા.

8

નવાદા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહનો વિસ્તાર છે. તેમને હિંસા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને જવાબદાર ગણાવ્યા છે. જોકે જ્યારે પત્રકારોએ તેમને પુછ્યું કે રાહુલ કઇ રીતે જવાબદાર હોઇ શકે છે? તો તેમને કહ્યું કે રાહુલ ગાંધી માહોલ ખરાબ કરી રહ્યાં છે, તે ગમે તેમ બોલી રહ્યાં છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • બિહારના નવાદામાં પહોંચી હિંસાની આગ, અનેક દુકાનો સળગાવાઇ, પોલીસે હવામાં ફાયરિંગ કર્યું
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.