Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
બિહારમાં પૂરના કહેરથી 304ના મોત, પીએમ મોદી કરશે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત
અધિકારિઓનું કહેવું છે કે, પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણીના ઘેરામાં 7.34 લાખથી વધુ લોકોને સુરક્ષિત બાહર કાઢવામાં આવ્યાં છે. તેના સિવાય આ વિસ્તારમાં 11.346 રાહત શિબિર ખોલવામાં આવ્યા છે. જેમાં 3.27થી વધુ લોકો આશ્રય લઈ રહ્યા છે. 2,219 સમુહ રસોઈ ખોલવામાં આવી છે. અને બીજી તરફ નિતિશકુમાર દાવો કરે છે કે, પૂર પીડિતોને દરેક સંભવ મદદ કરવામાં આવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે કહ્યું કે જ્યાં વાહન અથવા હોડી નથી પહોંચી શકતી ત્યાં હેલીકોપ્ટરથી ખાવાનું સામાન નાખવામાં આવે છે. જ્યારે પૂર પ્રભાવિત વિસ્તારમાં પાણી ઉતરશે ત્યારબાદ પીડિતોને મહિના સુધીનું રાશન સહિત જરૂરિયાત સામગ્રી આપવામાં આવશે. ક્ષતિગ્રસ્ત મકાન બનાવવા અને પાકના નુકસાનની ભરપાઈ માટે સરકાર સહયોગ આપશે.
રાજ્યના વિભિન્ન વિભાગોમાં છેલ્લા 24 કલાકમાં પૂરથી 50 લોકોથી લધુના મોત થયા છે. જેના કારણે મૃતોકોની સંખ્યા વધીને સોમવાર સુધી 304 સુધી પહોંચી છે. અરરિયામાં સૌથી વધારે 71 લોકોના મોત થયા છે.
પટના: બિહારમાં સીમાંચલ જિલ્લા સહિત રાજ્યના 18 જિલ્લા છેલ્લા 10 દિવસથી પૂરની ઝપેટમાં છે. વડાપ્રધાન મોદી આ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરશે. હાલ પીએમ મોદીની મુલાકાતની તારીખ નથી થઈ પણ પરંતુ ખબર અનુસાર પીએમ મોદી પૂરથી થયેલા નુકસાનની જાતે માહીતી લેશે. રાજ્ય સરકાર દ્વારા રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલાવવામાં આવી રહ્યું છે. રાહતની વાત એ છે કે, આ વિસ્તારમાં પાણી ઓછું થઈ રહ્યું છે. પૂરથી રાજ્યના 1.38 કરોડથી વધુ લોકો પ્રભાવિત છે. જ્યારે મૃતકોની સંખ્યા વધીને 304 સુધી પહોચી છે. ડિઝાસ્ટર મેનેજમેંટના એક અધિકારીએ જણાવ્યું કે, રાજ્યના 18 જિલ્લાના 1.38 કરોડથી વધુ લોકો પૂરગ્રસ્ત છે. પૂરની ઝપેટમાં મરનારની સંખ્યામાં લગાતાર વધારો થઈ રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -