✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બિહારની યુવતીએ બનાવેલું આ મશીન લગાવવાથી દારૂ પીનારો કારમાં બેસશે તો કાર સ્ટાર્ટ જ નહીં થાય...

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Aug 2018 11:23 AM (IST)
બિહારની યુવતીએ બનાવેલું આ મશીન લગાવવાથી દારૂ પીનારો કારમાં બેસશે તો કાર સ્ટાર્ટ જ નહીં થાય...
1

દારૂ પીધા બાદ થતી દુર્ઘટનાઓને પણ આ યંત્રના ઉપયોગથી રોકી શકાશે એશ્વર્યએ આ સફળતાનો શ્રેય પોતાના પિતા રવિ ગુપ્તા અને માતા ઈંદુ દેવીને આપ્યો હતો. ઐશ્વર્યને આ સફળતા માટે પુણેમાં આયોજિત રાષ્ટ્રીય સ્તર ઈનોવેટિવ મોડલ અને પ્રોજેક્ટ પ્રતિયોગિતામાં પણ પ્રથમ સ્થાન મેળવ્યું છે.

2

ઐશ્વર્યએ જણાવ્યું કે મશીનનું નામ આલ્કોહોલ ડિટેક્ટર એન્ડ ઓટોમેટિક એન્જિન લોકિંગ સિસ્ટમ રાખવામાં આવ્યું છે. આ મશીન વિશે પૂછતાં ઐશ્વર્ય પ્રિયાએ જણાવ્યું કે આ એક નાનું મશીન છે. જેને કારના ડેસ્ક બોર્ડ પર લગાવી શકાય છે. આ યંત્રનો એક તાર કારની બેટરી સાથે જ્યારે બીજો તાર કારના એન્જિનમાં લાગેલો હોય છે. જેમ કે કોઈ ડ્રાઈવર અથવા વાહન ચાલક દારૂ પીને કાર ચલાવશે તો સામેનું મશીન તેના શ્વાસના આલ્કોહોલને પકડી લેશે અને કારના એન્જીનને બંધ કરી દેશે. જ્યાં સુધી દારુ પીધેલો વ્યક્તિ કારમાંથી ઉતરી નહી જાય ત્યાં સુધી કાર ચાલુ નહી થાય. જો સરકાર આ પ્રોજેક્ટ પર કામ કરે તો માત્ર આઠસોથી નવસો રૂપિયામાં મશીન બનાવીને વાહનોમાં લગાવી શકાય છે.

3

નવી દિલ્હી: બિહારની એક કોલેજીયન યુવતીએ દારૂને પકડવાનું મશીન બનાવ્યું છે. જે મશીને જોઈ આપ દંગ રહી જશો. પ્રખંડની રહેવાસી ઐશ્વર્ય પ્રિયાએ વાહનોમાં લગાવાતા એક એવા યંત્રનું નિર્માણ કર્યું છે. જે આલ્કોહોલની તો ઓળખ કરશે જ ઉપરાંત જો દારૂ પીને કાર ચલાવશો તો કાર પોતાની મેળે જ બંધ થઈ જશે.

4

બિહારમાં દારુબંધી પછી પૂર્ણિયાની ઐશ્વર્ય આ યોજના પર કામ કરી રહી હતી. ઐશ્વર્યનું માનવું છે કે આ યંત્રને રાજ્યના તમામ વાહનોમાં લગાવવામાં આવે તો થતી દુર્ઘટનાને પણ ટાળી શકાય છે. બીટેક કરી રહેલી ઐશ્વર્યએ જણાવ્યું હતું કે અનેક મહિના સુધીની મહેનત કર્યા પછી તેને આ સફળતા મળી છે. તેણે જણાવ્યું કે જો સરકાર વાહનોમાં આ યંત્રનો ઉપયોગ કરે તો દારૂ પીને કોઈ જ ગાડી નહી ચલાવી શકે.

  • હોમ
  • India-news
  • દેશ
  • બિહારની યુવતીએ બનાવેલું આ મશીન લગાવવાથી દારૂ પીનારો કારમાં બેસશે તો કાર સ્ટાર્ટ જ નહીં થાય...
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.