આ ધોરણના બાળકોને હોમવર્કમાંથી મળશે મુક્તિ, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવશે મોદી સરકાર

તે સિવાય જાવડેકરે કહ્યું કે, કેન્દ્ર મુફ્ત તેમજ અનિવાર્ય શિક્ષણના અધિકાર કાયદા 2009ના પાલન માટે ચોમાસુ સત્રમાં નો હોમવર્ક કાયદો લાવશે અને તે પાસ થવાની અમને આશા છે. મદ્રાસ હાઇકોર્ટના એક આદેશ બાદ કેન્દ્રએ તમામ રાજ્યોને નિર્દેષ આપ્યા છે કે તેઓ પ્રથમ અને બીજા ધોરણના વિદ્યાર્થીઓને હોમવર્કમાંથી મુક્તિ અપાવે.
તે સાથે જ તેમણે જાણકારી આપી હતી કે ચોમાસુ સત્રમાં તેઓ છઠ્ઠા અને આઠમા ધોરણના બાળકોને લઇને પાસ અથવા ફેલ કરવાની નિતિમાં સંશોધન કરશે. આ સંશોધન રાઇટ ટૂ એજ્યુકેશન એક્ટ 2009 હેઠળ લાવવાનો નિર્ણય લીધો છે.નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો પ્રસ્તાવ આ મહિના અંતમાં કેબિનેટ સમક્ષ રજૂ કરાશે.
મીડિયા સાથેની વાતમાં તેમણે કહ્યું કે, અભ્યાસની સાથે સાથે બાળકોને ફિઝિકલ એજ્યુકેશન, જીવન કૌશલ અને મૂલ્યપરક પરિક્ષાની પણ જરૂર હોય છે. શિક્ષણનો અર્થ ફક્ત યાદ રાખવુ કે ઉત્તર પુસ્તિકામાં લખવું એટલો નથી. શિક્ષણ વ્યાપક છે. એનસીઇઆરટીનો પાઠ્યક્રમ ખૂબ જટિલ છે એટલા માટે સરકાર તેને ઘટાડીને અડધો કરવાનો નિર્ણય લીધો છે.
કોલકત્તાઃ કેન્દ્રિય માનવસંસાધન વિકાસમંત્રી પ્રકાશ જાવડેકરે વિદ્યાર્થીઓને મોટી રાહત આપતા નવી રાષ્ટ્રીય શિક્ષણ નિતિ બનાવવાનો નિર્ણય લીધો છે. જાવડેકરે જાહેરાત કરી હતી કે, 2019ના શૈક્ષણિક સત્રથી એનસીઇઆરટીના પાઠ્યક્રમને ઘટાડીને અડધો કરી દેવામાં આવશે. એટલે કે આગામી સત્રથી વિદ્યાર્થીઓ પર પાઠ્યક્રમનો બોજ નહી પડે. તેમણે કહ્યુ કે, સરકારે એનસીઇઆરટી પાઠ્યક્રમને અડધો કરવાનો નિર્ણય લીધો છે.