ભાજપે રાજ્યસભા માટે પહેલુ લિસ્ટ જાહેર કર્યું, 8 મંત્રીઓને ટિકીટ, જેટલી-જાવડેકરના રાજ્ય બદલાયા
ભાજપ ઇલેક્શન કમિટી બાદ રજૂ થયેલા લિસ્ટમાં રવિશંકર પ્રસાદને બિહાર અને ધર્મેન્દ્ર પ્રધાનને મધ્યપ્રદેશથી ટિકીટ આપવામાં આવી છે. વળી, ગુજરાતમાં જે 4 સાંસદોનો કાર્યકાળ એપ્રિલ મહિનામાં પુરો થઇ રહ્યો છે, તેમાં એક શંકર વેગડ (62)એ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીને પત્ર લખીને તેની જગ્યાએ કોઇ બીજાને રાજ્યસભા માટે મોકો આપવાની વાત કહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appન્યૂઝ એજન્સી અનુસાર, એપ્રિલ-મે માં મોદી સરકારના 8 મંત્રીઓનો રાજ્યસભા કાર્યકાળ પુરો થઇ રહ્યો છે. આ વખતે મંત્રીઓના રાજ્ય બદલવામાં આવ્યા છે. ગુજરાતના સાંસદ અરુણ જેટલીને આ વખતે યુપી અને મધ્યપ્રદેશથી સાંસદ પ્રકાશ જાવડેકરની ગૃહ રાજ્ય મહારાષ્ટ્રમાંથી રાજ્યસભામાં વાપસી થશે.
નવી દિલ્હીઃ રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે બુધારે અરુણ જેટલી અને રવિશંકર પ્રસાદ સહિત પોતાના 9 ઉમેદવારોનું લિસ્ટ રજૂ કર્યું, પહેલા લિસ્ટમાં 8 કેન્દ્રીય મંત્રીઓ સામેલ છે, જેને ફરીથી સાંસદ બનાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
જાણો કોણે ક્યાંથી ટિકીટ મળી- 1. અરુણ જેટલી (નાણામંત્રી) ઉત્તર પ્રદેશ, 2. થાવરચંદ ગેહલોત (સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી)- મધ્ય પ્રદેશ, 3. ધર્મેન્દ્ર પ્રધાન (પેટ્રૉલિયમ મંત્રી)- મધ્યપ્રદેશ, 4. મનસુખભાઇ માંડવિયા (કેમિકલ અને ખાતર રાજ્ય મંત્રી)- ગુજરાત, 5. પુરુષોત્તમ રૂપાલા (કૃષિ રાજ્ય મંત્રી)- ગુજરાત, 6. જેપી નડ્ડા (સ્વાસ્થ્યા મંત્રી)- હિમાચલ પ્રદેશ, 7. રવિશંકર પ્રસાદ (કાયદા મંત્રી)- બિહાર, 8. ભૂપેન્દ્ર યાદવ (ભાજપ સચિવ)- રાજસ્થાન, 9. પ્રકાશ જાવડેકર (માનવ સંશાધન વિકાસ મંત્રી)- મહારાષ્ટ્ર.
એપ્રિલ-મે માં ભાજપના કુલ 17 સાંસદોના કાર્યકાળ પુરો થઇ રહ્યો છે. નોંધનીય છે કે, 16 રાજ્યોની 58 રાજ્યસભા બેઠકો માટે જરૂર પડશે તો 23 માર્ચ મતદાન થશે, આ જ દિવસે મતોની ગણતરી પણ થઇ જશે. નૉમિનેશનની છેલ્લી 12 માર્ચ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -