‘મહારાષ્ટ્રમાં મરાઠા સમાજને ઓબીસીમાં સમાવી અપાશે 16 ટકા અનામત’, ભાજપે આ મુદ્દે કરી શું સ્પષ્ટતા?
ભાજપે એ પણ સ્પષ્ટતા કરી છે કે મહારાષ્ટ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે અને હાલની 50 ટકા અનામતની ટોચમર્યાદા નાબૂદ કરવા વિનંતી કરશે કે જેથી મરાઠા સમાજનાં લોકોને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 16 ટકા અનામત આપી શકાય.
ભાજપનાં સૂત્રોએ એમ પણ જણાવ્યું છે કે ભાજપ મહારાષ્ટ્ર મોડલ પ્રમાણે મરાઠા સમાજનાં લોકોને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 16 ટકા અનામત આપવા પ્રયત્ન કરશે. તમિલનાડુમાં હાલમાં અનામતનું પ્રમાણ 69 ટકા છે અને તે બંધારણીય છે.
ભાજપના ઠરાવના પગલે એવી વાતો ચાલી છે કે ભાજપ મરાઠા સમાજનો અન્ય પછાત વર્ગ (ઓબીસી)માં સમાવેશ કરીને અનામતનો લાભ આપશે. આ વાતોના કારણે મહારાષ્ટ્રમાં ઓબીસીમાં સમાવિષ્ટ જ્ઞાતિઓ મેદાનમાં આવી ગઈ છે અને તેમણે આ હિલચાલનો વિરોધ કરવાનું શરૂ કર્યું છે.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ભાજપ સરકારે મરાઠા સમાજનાં લોકોને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 16 ટકા અનામત આપવાની જાહેરાત કરી છે. ભાજપ પ્રદેશ કારોબારીએ ગુરૂવારે આ અંગે ઠરાવ પણ કરી દીધો અને મરાઠા નેતા ચંદ્રકાન્ત પાટિલને મરાઠા સમાજ સાથે મંત્રણા કરવા નિયુક્ત પણ કર્યા છે.