કોંગ્રેસે રાહુલ ગાંધીનો જર્મની વાળો ફોટો ટ્વીટ કર્યો, તો BJPએ આ રીતે Retweet કરીને ઉડાવી મજાક
વળી, કેટલાક લોકો મીમ્સ સુધી બનાવી લીધા.
એક યૂઝરને આને કોંગ્રેસની સતત હાર સાથે જોડીને ટ્રૉલ કર્યા.
બીજા એક યૂઝરે રાહુલની પાછળ લખ્યું શબ્દોમાં અર્થ શોધવાની કોશિશ કરી.
વળી, એક યૂઝરે આ ફોટાને રાજકપૂરના એક ગીત સાથે જોડી દીધો.
કેટલાક લોકોએ લખ્યું કે રાહુલ ગાંધી આ રીતે 2019 ચૂંટણી માટે ગઠબંધન કરનારી પાર્ટીઓને શોધી રહ્યાં છે.
કેટલાક લોકોએ રાહુલની તસવીરને પીએમ મોદીની તે ચેલેન્જ સાથે જોડી દીધી જ્યારે તેમને કોંગ્રેસ અધ્યક્ષને વિશ્વસરૈયા બોલાવાની ચેલેન્જ આપી હતી.
કેટલાક લોકોએ રાહુલની આ તસવીરોને કૉલાજમાં બનાવીને ટ્રૉલ કર્યા.
રાહુલ ગાંધીની આ તસવીરમાં અનેક પ્રકારની મજાક વાળી ફની કૉમેન્ટ્સ આવી.
આ તસવીરને બીજેપીએ પણ રીટ્વીટ કર્યું, રીટ્વીટ કરતાં બીજેપીએ ટ્વીટર પર લખ્યુ કે અમે આ ફોટાને રીટ્વીટ કરતાં પોતાને રોકી નથી શકતાં.
જોકે, આ ફોટો ટ્વીટ થતાની સાથે જ કોંગ્રેસ પાર્ટી અને ખુદ રાહુલ ગાંધી ટ્રૉલર્સનો શિકાર બની ગયા.
કોંગ્રેસે રાહુલ ગાંધીના અલગ અલગ પૉઝમાં લીધેલી તસવીરોને ટ્વીટ કરીને લખ્યુ કે 'રાહુલ ગાંધીના અલગ અલગ ચહેરાઓ'.
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બુધવારે જર્મની પહોંચ્યા અને હેમ્બર્ગ સ્થિત બૂરેસિયસ સમર સ્કૂલમાં લોકોને સંબોધિત કર્યા, આ દરમિયાન તેમને ત્યાં મોદી સરકાર પર કટાક્ષ કર્યા હતા, હવે બીજેપીએ તેના પર પલટવાર કરતાં રાહુલ ગાંધીના ફોટાવાળા ટ્વીટ પર રિટ્વીટ કરીને મજાક ઉડાવી હતી.