✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

2019 લોકસભા ચૂંટણીને લઈને ડરી BJP: સુષ્મા સહિત અનેક દિગ્ગજ નેતાઓની કાપી શકે છે ટીકિટ, જાણો કેમ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Jul 2018 12:27 PM (IST)
1

છેલ્લી ચૂંટણીમાં બીજેપીએ 282 સીટો પર કબ્જો મેળવ્યો હતો. પરંતુ આ વખતે સીટોનો આંકડો ઘટી શકે છે. સર્વે પ્રમાણે દેશની 543માંથી એનડીએને 274, યુપીએને 164 અને અન્યને 105 સીટો મળવાનું અનુમાન છે. યુપીએને 104 સીટોનો ફાયદો થવાનું અનુમાન છે.

2

નવી દિલ્હી: વર્ષ 2019 માટે બીજેપીની રણનીતિને લઈને મોટો ખુલાસો થયો છે. એબીપી ન્યુઝના સહયોગી આનંદ બજાર પત્રિકામાં એક અહેવાલ છપાયો હતો કે 2019ને લઈને બીજેપી પક્ષ બહુ જ ડરી ગયો છે. જેના કારણે ભાજપ સુષ્મા સ્વરાજ, ઉમા ભારતી, રાધા મોહન સિંહ સહિત 150 સાંસદોની ટીકિટ કાપી શકે છે. આમાં ઘણા મંત્રીઓ પણ સામેલ છે. પરંતુ ટીકિટ કાપવાના અલગ-અલગ કારણ બતાવવામાં આવી રહ્યા છે.

3

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ મધ્યપ્રદેશના વિદિશાથી, કેન્દ્રિય મંત્રી ઉમા ભારતી ઉત્તર પ્રદેશના ઝાંસીથી, કૃષિ મંત્રી રાધા મોહન સિંહ બિહારના ચંપારણથી, સુમિત્રા મહાજન મધ્યપ્રદેશના ઈંદોરથી, મુરલી મનોહર જોષી યુપીના કાનપુરથી, કરિયા મુંડા ઝારખંડના ખુટ્ટી સીટ પરથી, શાંતા કુમાર હિમાચલ પ્રદેશના કાંગડાથી અને બીસી ખંડુરી ઉત્તરાખંડના ગઢવાલના સાંસદ છે.

4

ખાસ વાત એ છે કે બીજેપીના જે મોટા નેતાઓની ટીકિટ કાપવાની વાત સામે આવી છે તેમાં યુપી, બિહાર અને મધ્યપ્રદેશના ઘણાં મોટા ચહેરા સામેલ છે. યુપીથી ઉમા ભારતી અને મુરલી મનોહર જોષી જેવા દિગ્ગજ નેતા છે તો બિહારથી કૃષિ મંત્રી રાધા મોહનનું નામ છે. સ્પીકર સુમિત્રા મહાજનનો સંબંધ મધ્યપ્રદેશ સાથે છે જ્યાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી છે.

5

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની ટીકિટ બિમારીના નામ પર કાપવામાં આવી શકે છે. કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી, કૃષિ મંત્રી રાધા મોહન સિંહ, લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને પાર્ટીને કહ્યું છે કે તેઓ આગામી ચૂંટણી લડવા માંગતી નથી. પાર્ટીના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોષી, ઝારખંડની ખુંટી સીટના કરિયા મુંડા, વરિષ્ઠ નેતા શાંતા કુમાર અને બીસી ખંડુડીની ટીકિટ ઉંમરના કારણે કપાઈ શકે છે.

6

આગામી લોકસભા ચૂંટણી માટે દેશનો મૂડ જાણવા માટે આ વર્ષના મે મહિનામાં એબીપી ન્યુઝે એક સર્વે કરાવ્યો હતો. સર્વેના જણાવ્યા પ્રમાણે જો લોકસભા ચૂંટણી માટે મતદારો વોટ આપશે તો નરેન્દ્ર મોદી ફરી એકવાર પ્રધાનમંત્રીની ખુરશી પર બેસી શકે છે. પરંતુ બીજેપીની સીટો ઓછી થઈ જશે. બીજેપી એકલી બહુમત મેળવી શકશે નહીં.

  • હોમ
  • India-news
  • દેશ
  • 2019 લોકસભા ચૂંટણીને લઈને ડરી BJP: સુષ્મા સહિત અનેક દિગ્ગજ નેતાઓની કાપી શકે છે ટીકિટ, જાણો કેમ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.