ચેન્નઈઃ પેરિયરની પ્રતિમા પર શૂઝ ફેંકનારા ભાજપના નેતાની ધરપકડ, જાણો વિગત
પોલીસના કહેવા પ્રમાણે જગદીસન પાસેથી ભાજપનો વકીલ હોવાનું ઓળખપત્ર પણ મળી આવ્યું છે. તેણે શા માટે આવું પગલું ભર્યુ તે પૂછપરછ બાદ જ જાણી શકાશે. ભાજપના પ્રવક્તા દ્વારા જગદીસનની પાર્ટી સાથે કોઈ લિંક છે કે નહીં તે અંગે કંઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.
ચેન્નઈઃ જાણીતા સમાજ સુધારક પેરિયર ઈ વી રામાસેમીના પ્રતિમા પર શૂઝ ફેંકવા બદલ શહેરના વકીલની ધરપકડ કરવામાં આવી હતી. તેણે ભાજપનો નેતા હોવાનું જણાવ્યું હતું. પેરિયરની જન્મ જયંતિ નીમિત્તે તેના સમર્થકો અને વિવિધ સંગઠનોના સભ્યો શ્રદ્ધાંજલિ આપતા હતા ત્યારે આ ઘટના બની હતી.
આવી જ એક ઘટના સિમસન નજીક બની હતી. વિદ્યુતલાઇ સિરુથીગલ કાચ્છી પક્ષના સભ્યો શ્રદ્ધાસુમન આપી રહ્યા હતા ત્યારે મોટરસાઇકલ પર આવેલો એક યુવક શૂઝ ફેંકીને પલાયન થઈ ગયો હતો.
વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, ઘટના બન્યા બાદ તાત્કાલિક વકીલ ડી જગદીશનની ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તેની પૂછપરછ ચાલી રહી છે. આરોપી સામે કડક પગલાં લેવાની ખાતરી આપતાં રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી ડી જયકુમારે કહ્યું કે, પેરિયરની મૂર્તિનું અપમાન તામિલોનું અપમાન છે.