દેશદ્રોહી ‘રઈસ’ આપણા કામનો નથી, દેશપ્રેમી ‘કાબિલ’ ને ટેકો આપો, ભાજપના ક્યા નેતાની આ ટ્વિટે સર્જ્યો વિવાદ ?
આ અઠવાડિયે શાહરૂખ ખાનની રઈસ અને રીતીક રોશનની કાબિલ ફિલ્મોની બોક્સ ઓફિસ પર ટક્કર છે ત્યારે ભાજપના 60 વર્ષીય નેતાએ શાહરૂખ ખાનની ફિલ્મ ‘રઈસ’ અને રિતીક રોશનની ફિલ્મ ‘કાબિલ’ અગે વિવાદીત ટિપ્પણી કરી છે. ઉલ્લેખનીય છે કે રઈસ અને કાબિલ બંને ફિલ્મો એક જ દિવસે રીલિઝ થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે ફિલ્મમાં પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન અને શાહરૂખ ખાન છે. ગયા મહિને જ પાકિસ્તાની કલાકારો સામે ભારતમાં ભારે વિરોધના પગલે શાહરૂખ ખાન મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના રાજ ઠાકરેને મળ્યા હતા. જેથી ફિલ્મની રીલિઝમાં કોઈ મુશ્કેલી ન આવે.
નવી દિલ્લી: હંમેશા પોતાના વિવાદીત નિવેદનો માટે જાણીતા ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયે ફરી એક વાર ચર્ચામાં છે. ટ્વિટર પર હમણા કૈલાશ વિજયવર્ગીયે ફરી એક વાર શાહરૂખ ખાન પર નિશાન તાકતી એક તસવીર પોસ્ટ કરી છે.
જો કે પાર્ટીએ ટીકા કરતા તેમણે આ ટ્વિટ ડીલિટ કરવું પડ્યું હતું. તેમણે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે જો ભારત અસહિષ્ણુ હોત તો તે અમિતાભ બચ્ચન પછી આટલા મોટા સ્ટાર ન હોત. મારા ટ્વિટને અમુક લોકો સમજી શક્યા નથી. વિજયવર્ગીય મધ્યપ્રદેશથી આવે છે ને તેઓ ભાજપના નેશનલ જનરલ સેક્રેટરી છે.
વિજયવર્ગીયે ભૂતકાળમાં શાહરૂખ વિરૂદ્ધ ટ્વિટ કર્યા હતા. જેમાં તેમણે લખ્યું હતું કે, શાહરૂખ જીવે છે ભારતમાં પણ તેનું મન પાકિસ્તાનમાં છે. તેની ફિલ્મો કરોડો રૂપિયા કમાય છે પણ તેને આપણો દેશ અસહિષ્ણુ લાગે છે. 2015માં દેશભરમાં જ્યારે અસહિષ્ણુતાની ચર્ચા ચાલી રહી હતી ત્યારે કિશોર વિજયવર્ગીયે આ ટ્વિટ કર્યુ હતું.
વિજયવર્ગીયે આ વાતને સાંકળીને શાહરૂખ પર નિશાન સાધીને લખ્યું છે કે, જે રઈસ (પૈસાદાર) છે અને દેશને વફાદર નથી તે કોઈ કામના નથી. આપણે બધાએ કાબિલ (લાયક/સક્ષમ) દેશભક્તને સપોર્ટ કરવો જોઈએ. વિજયવર્ગીયે એ રીતે શાહરૂખને દેશદ્રોહી ગણાવીને રીતીકની ફિલ્મ જોવા અપીલ કરી છે.
આ અંગે વિવાદ થતાં ભાજપનાં શાયના એનસીએ સ્પષ્ટતા કરી કે આ તેમના અંગત મત હોઈ શકે અને પાર્ટીને કોઈ લેવા-દેવા નથી. તેમણે બચાવમાં કહ્યું કે આ ટ્વિટ અપ્રામાણિક લોકો પર નિશાન સાધીને લાયક લોકોને પ્રોત્સાહન આપે છે. તેમણે કહ્યું કે ટ્વિટમાં ક્યાંય શાહરૂખ કે રિતિક રોશનના નામનો ઉલ્લેખ થયો નથી. શાયના એનસીના મતે આ ટ્વિટ કાળા ધન પર કમેંટ કરે છે. અને આ ફિલોસોફિકલ રીત છે. આને વધુ ઉંડાણથી જોતા ખ્યાલ આવે કે તેઓ નોટબંધી અંગે પોતાનો મત આપી રહ્યા છે. જો કે આ અંગે કિશોર વિજય વર્ગીયે કોઈ સ્પષ્ટતા કરી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -