3 રાજ્યોમાં હારથી BJPમાં ખળભળાટ, સાંસદે કહ્યું- યોગી આદિત્યનાથને ચુપ કરાવો
નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની થયેલી જીત બાદ ભાજપના સાંસદ સંજય કાકડેએ પાર્ટીના દિગ્ગજ નેતાઓ પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, હું જાણતો હતો કે રાજસ્થાન અને છત્તીસગઢમાં પાર્ટીએ હારનો સામનો કરવો પડશે. પરંતુ મધ્ય પ્રદેશના પરિણામ ચોંકાવનારા છે. મને લાગે છે કે 2014માં પ્રધાનમંત્રી મોદીએ વિકાસના જે વચન આપ્યા હતા તે કદાચ ભૂલી ગયા છે અને હવે પાર્ટી રામ મંદિર, મૂર્તિ અને શહેરના નામ બદલવામાં લાગી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે આગળ પોતાના જ પક્ષના દિગ્ગજ નેતા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું. કાકડેએ કહ્યું કે, હું પાર્ટી અધ્યક્ષ અમિત શાહને પત્ર લખીને યોગી આદિત્યનાથ જેવા નેતાઓની મતલબ વગરની નિવેદનબાજીને રોકવા માટે કહીશ. કારણ કે આ નેતા હનુમાનની જાતિ, રામ મંદિર અને માત્ર શહેરના નામ બદલવાની વાતો કરે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -