મોદી સરકારને વાયદાઓ પૂરા કરવા 5 વર્ષ વધારે આપવાની જરૂર, જાણો ભાજપના ક્યાં દિગ્ગજ નેતાએ આપ્યું નિવેદન
સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે, સત્તાધારી પાર્ટીએ મતદારોને આપેલા વાયદાઓ પૂરા કરવાનું કામ શરૂ કર્યું છે અને તેને આ કામ પૂર્ણ કરવા માટે વધુ પાંચ વર્ષનો સમય આપવાની જરૂર છે. તેમણે કહ્યું, હું એમ નથી કહેતો કે 2014માં જે વાયદાઓ કર્યા હતા તેને અમે પૂરા કર્યા છે, પરંતુ અમે તેનું માન રાખવાનું શરૂ કરી દીધું છે. અમે જે કાર્યો શરૂ કર્યા છે તેને પૂર્ણ કરવા માટે વધારે 5 વર્ષ સમયની જરૂર છે.
મુંબઈ: કેન્દ્રની મોદી સરકારને પોતાના વાયદાઓ પૂરા કરવા માટે પાંચ વર્ષનો વધુ એક કાર્યકાળ આપવાની જરૂર છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએઆ નિવેદન આપ્યું છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું દેશની અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં નથી, કારણ કે તેઓ નાણા મંત્રીના પદ પર નથી.
રાજ્યસભા સાંસદ સ્વામીએ કહ્યું આર્થિક વિકાસથી મત નથી મળવાના. વાજપેયીજીએ પોતાની સરકારના પ્રચાર માટે ઈન્ડિયા શાઈનિંગનો નારાનો ઉપયોગ કર્યો હતો પરંતુ તે સફળ થઈ શક્યા નહોતા. ભાજપે પોતાની હિંદુત્વ અને ભ્રષ્ટાચાર મુક્ત મુદ્દા પર જોર મૂક્યું હતું. તેના કારણે ભાજપને 2014માં આટલી બધી બેઠકો મળી હતી.