રાહુલને જોઈને ભાજપના સાંસદોને કેમ લાગે છે ડર અને પાછા હટી જાય છે ? રાહુલે શું આપ્યું રસપ્રદ કારણ ?
નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સામે રજૂ કરાયેલી અવિશ્વાસની દરખાસ્ત વખતે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અચાનક ભેટી પડ્યા એ ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી. રાહુલ ગાંધીના આ વર્તનની ચર્ચા હજુ પણ ચાલી રહી છે ત્યારે રાહુલે એક રસપ્રદ વાત કહી છે.
રાહુલે કહ્યું કે, અવિશ્વાસની દરખાસ્ત પછી ભાજપના સાંસદો તેમનાથી દૂર ભાગે છે અને માનો કે સામે આવી જ જવાય તો ડરીને બે ડગલાં પાછા હટી જાય છે. તેમને એવો જર લાગે છે કે, હું ક્યાંય તેમને ભેટી ના પડું. મને તેમને ભેટતા જોઈને પાર્ટી હાઈકમાન્ડ તેમનાં પત્તાં કાપી નાંખશે એવો તેમને ડર લાગે છે.
રાહુલે કહ્યું કે, ભાજપના નેતાઓની વિચારધારા મારી વિચારધારા કરતાં અલગ હોઈ શકે પણ તેના કારણે હું તેમેન નફરત કરતો નથી. રાહુલે કહ્યું કે, કોઈના વિચારનો વિરોધ તમે પૂરી તાકાતથી કરી શકો પણ આ દ કારણથી તેને નફરત ના કરી શકો. નફરત કરવી એ અંગત પસંદગી છે એવું રાહુલે કહ્યું.
રાહુલ ગાંધીએ એક પુસ્તકના વિમોચન પ્રસંગે આ વાત કહી હતી. આ પ્રસંગે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પણ હાજર રહ્યા હતા. રાહુલે કહ્યું કે, હું અડવાણીજીના વિચારો સાથે સહમત ના હોઉં એવું બને પણ તેનો અર્થ એ નથી કે હું અડવાણીજીને નફરત કરું છું.