નોટબંધીના સંકટ વચ્ચે ભાજપના MLAએ દિકરાને બર્થડે પર આપી મર્સિડિઝ કાર ભેટ, ટ્વિટર પર ટીકા
નવી દિલ્લી: આખો દેશ દિવસ-રાત બેંક અને એટીએમમાં નવી નોટો મેળવવા માટે હાલાકી ભોગવી રહ્યો છે. નાના-મોટા વેપારીઓ પર પણ આની અસર પડી છે. આવા સમયે ભાજપ મહારાષ્ટ્રના ધારાસભ્ય નવા વિવાદમાં ઘેરાયા છે. ઘાટકોપર પશ્ચિમથી ભાજપના ધારાસભ્ય રામ કદમે પોતાના સગીર પુત્ર ઓમ કદમને તેના જન્મદિવસે મર્સિડીઝ કાર ભેટમાં આપી હતી. તેમણે જાતે જ ટ્વિટર પર પુત્રની કાર સાથેની તસવીર પોસ્ટ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે રામ કદમ 2009માં મનસેના ધારાસભ્ય હતા. તેઓ 2014માં ભાજપની ટિકિટ પર ચૂંટણી જીતી ફરી ધારાસભ્ય બન્યા હતા.
કેટલાક લોકોએ પુત્ર સગીર લાગતો હોવાથી, શું તેની પાસે કાયદેસરનું લાયસન્સ છે કે તેની વય કાર ચલાવવા કે લાયસન્સ મેળવવા પાત્ર થઈ ગઈ છે કે નહીં? તેવા પ્રશ્નો કર્યા હતા. આ મામલે રામ કદમે અત્યારસુધી કોઈ જ ખુલાસો કર્યો નથી.
રામ કદમે ટ્વિટર અને ફેસબુક પર પુત્ર અને મર્સિડીઝની તસવીર શેર કરતા લખ્યું કે- મારા પુત્ર ઓમ કદમ હેપ્પી બર્થ-ડે. આ મારા તરફથી સપ્રેમ ભેટ. આ પછી સોશિયલ મીડિયા પર રામ કદમની ટીકા થઈ રહી છે. ટ્વિટર પર લોકોએ માગ કરી હતી કે રામ કદમની આવક અંગે તપાસ કરવામાં આવે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -