કર્ણાટક: BJPના કેજી બોપૈય્યા બન્યા પ્રોટેમ સ્પીકર, ધારાસભ્યોને લેવડાવશે શપથ
સૂત્રો અનુસાર ભાજપે દાવો કર્યો છે કે તેના સંપર્કમાં 10 ધારાસભ્ય છે. તેમાં સાત ધારાસભ્ય કૉંગ્રેસના, એક જેડીએસ, એક અપક્ષ અને કેપીજેપીનો ધારાસભ્ય શામેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હી: કર્ણાટકમાં નવી રચાયેલી વિધાનસભાના સંચાલન માટે પ્રોટેમ સ્પીકર માટે ભાજપના ધારાસભ્ય કેજી બોપૈયાની નિમણૂંક કરવામાં આવી છે. રાજ્યપાલે તેમને અધ્યક્ષ પદના શપથ પણ લેવડાવી દીધા છે. કૉંગ્રેસ રાજ્યપાલના આ નિર્ણયનો પણ વિરોધ કરી રહી છે. કૉંગ્રેસની માંગ છે કે સૌથી વરિષ્ઠ ધારાસભ્યને પ્રોટેમ સ્પીકર બનાવામાં આવે.
કર્ણાટકની રાજનીતિક વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે રાજ્યપાલનો આદેશ પલટાવતા કહ્યું કે કર્ણાટકના મુખ્યમંત્રી યેદુરપ્પાને શનિવારે ચાર વાગ્યે સુધી બહુમત સાબિત કરવું પડશે. રાજ્યપાલે યેદુરપ્પાને બહુમત સાબિત કરવા માટે 15 દિવસનો સમય આપ્યો હતો.
કેજી બોપૈય્યા કાલે ધારાસભ્યને શપથ લેવડાવશે, તેની સાથે કાલે બહુમત પરીક્ષણ દરમિયાન સદનનું સંચાલન પણ કરશે. વિરાજપેટના ધારાસભ્ય કેજી બોપેય્યા વર્ષ 2008માં પ્રોટેમ સ્પીકર રહી ચુક્યા છે.રાજ્યપાલે શનિવારે સવારે 11 વાગે વિશેષ સત્ર પણ બોલાવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -