‘રાહુલ ગાંધીનો પરિવાર ચોર, ચૂંટણી હારશે તો દેશ છોડી ઈટાલી જવું પડશે’: ભાજપ સાંસદનું વિવાદાસ્પદ નિવેદન
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના ઉન્નાવથી બીજેપી સાંસદ સાક્ષી મહારાજે ફરી એકવખત વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે, “રાહુલ ગાંધીનું આખું કુટુંબ ચોર છે. જો તેમનામાં તાકાત હોય તો ઉન્નાવથી ચૂંટણી લડે. જો હું હારી જઈશ તો રાજનીતિ છોડી દઈશ. રાહુલ ગાંધી હારી જાય તો દેશ છોડીને ઈટાલી જતા રહેવું પડશે.”
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપત્રકારો દ્વારા રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા વાડ્રાને ચૂંટણી મેદાનમાં ઉતારવાની સંભાવનાને લઈ સવાલ કર્યો ત્યારે સાક્ષી મહારાજે કહ્યું કે, હવે કોઈને પણ લોન્ચ કરે કંઈ થવાનું નથી. મોદીનો જાદુ ચાલવાનો છે. મોદી 2014થી પણ વધારે બહુમતથી 2019માં ચૂંટણી જીતીને સરકાર બનાવવાના છે. પછી પ્રિયંકા આવે કે વાડ્રા, કંઈ અસર પડવાની નથી.
મીડિયા સાથેની વાતચીતમાં સાક્ષી મહારાજે 2019 પહેલા અયોધ્યામાં રામ મંદિર નહીં બને તો બીજેપી સાથે છેડો ફાડવાની વાત પણ કરી છે. તેમણે આ મુદ્દે પાર્ટી નહીં પરંતુ સંતોના સમર્થનની વાત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -