દારુબંધી વાળા બિહારની ખુલી પોલ, BJP સાંસદનો પુત્ર દારુ પીધેલી હાલતમાં પકડાયો
પોલીસ અનુસાર, તેમને બાતમી મળી હતી કે, બોઘગયામાં દારુના માફિાયા મુંડારિક યાદવને ત્યાં ગેરકાયદે દારુનો વેપાર ચાલી રહ્યો છે. આ બાતમીના આધારે તેમના અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવ્યા, પણ ત્યાં તો ખુદ સાંસદનો પુત્ર દારુના નશામાં ધૂત હતો.
પોલીસે જણાવ્યું કે, સાંસદ પુત્ર શનિવારે સાંજે બોઘગયાના નીમગાંવમાં પોતાના મિત્રોની સાથે દારુ પી રહ્યાં હતાં. ધરપકડ બાદ પોલીસે રાહુલ માંઝીનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો જેમાં રાહુલે દારુના અંશ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ પોલીસે રવિવારે રાહુલ માંઝીને કોર્ટમાં રજૂ કર્યો જ્યાંથી તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સાંસદ હરિ માંઝીએ આ મામલે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, તેમને પુત્ર નિર્દોષ છે. હરિ માંઝીનું કહેવું છે કે, શનિવારે રાત્રે તેમને પુત્ર સંબંધીના ત્યાં લગ્ન સમારોહમાં ગયો હતો અને ત્યાંથી પરત ફરી રહ્યો હતો. પોલીસે તેને ખોટી રીતે પકડી લીધો છે.
પોલીસ અનુસાર, શનિવારે મોડીરાત્રે ગેરકાયેદસર દારુના અડ્ડાઓ પર દરોડા દરમિયાન BJP સાંસદ હરિ માંઝીના પુત્ર રાહુલ માંઝીને દારૂ પીતા પોલીસે ઝડપી પાડ્યો હતો.
પટનાઃ બિહારના મુખ્યમંત્રીએ રાજ્યમાં દારુ પર પ્રતિબંધ લગાવી દીધો છે અને દાવો પણ કરતાં રહ્યાં છે કે દારુબંધી ખુબ સફળ સાબિત થઇ રહી છે. પણ તાજેતરમાં જ તેમના દાવાની પોલ ખોલતો કિસ્સો સામે આવ્યો છે. તેમની જ સરકારની ગઠબંધન પાર્ટી BJPના એક સાંસદનો પુત્ર દારૂ પીતા રંગેહાથે ઝડપાયો છે.