નાગરિકતા પર રાજનીતિઃ બીજેપીએ કહ્યું- સત્તામાં આવીશુ તો પશ્ચિમ બંગાળમાં પણ લાગુ થશે NRC
બીજેપી નેતા કૈલાશ વિજયવર્ગીયએ ઇશારો કર્યો છે કે આસામ બાદ હવે પછીને નંબર પશ્ચિમ બંગાળનો હોઇ શકે છે. એક અંગ્રેજી ન્યૂઝપેપરને આપેલા ઇન્ટરવ્યૂમાં કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું - ''જો આસામમાં NRCથી 40 લાખ ઘૂસણખોરો પકડાયા છે તો પશ્ચિમ બંગાળમાં આ સંખ્યા કરોડોમાં છે, આસામમાં સુપ્રીમ કોર્ટે મૉનિટરિંગ કર્યું છે.''
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજેપી મહાસચિવ અને પશ્ચિમ બંગાળમાં બીજેપી પ્રભારી કૈલાશ વિજયવર્ગીયએ પણ આને લઇને સંકેત આપ્યા છે. નાદિયા જિલ્લામાં સભાને સંબોધિત કરતાં કૈલાશ વિજયવર્ગીયએએ મમતા બેનર્જી પર મોટો હુમલો કર્યો છે. કૈલાશ વિજયવર્ગીયએ પશ્ચિમ બંગાળમાં ઘૂસણખોરોનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું, ''પશ્ચમ બંગાળના યુવાનો ઇચ્છે છે કે બાંગ્લાદેશમાંથી આવેલા ઘૂસણખોરોની ઓળખ થાય, જેના કારણે તેમને બેજરોજગારી અને કાયદો વ્યવસ્થાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તે ઓછો થાય. બીજેપી તેમની માંગોનું સમર્થન કરે છે.''
નવી દિલ્હીઃ આસામમાં NRC એટલે કે નાગરિકતાની યાદી સામે આવ્યા બાદ પશ્ચિમ બંગાળમાં ધમાસાન મચી ગયુ છે. આસામમાં 40 લાખ લોકોને નાગરિક નથી માનવામાં આવ્યા. આ બધાની વચ્ચે બીજેપીએ એક મોટુ નિવેદન આપ્યું છે, પશ્ચિમ બંગાળમાં બીજેપી અધ્યક્ષ દિલીપ ઘોષનું કહેવું છે કે જો પશ્ચિમ બંગાળમાં તેઓ સત્તામાં આવશે તો ત્યાં પણ NRCની પ્રક્રિયા લાગુ કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -