અમિત શાહ રામદેવના પગે લાગ્યા, કહ્યું- બાબાને મળવું મતલબ એક કરોડ લોકો સુધી પહોંચવું
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરામદેવે કહ્યું કે, ‘’સરકારે આર્થિક સુધારાઓ માટે કામ કર્યું છે, મારી માં ધૂમાડામાં ખાવાનું બનાવતી હતી, તે બાદ ધૂમાડાથી તેની આંખો જતી રહી હતી.’’ તેમને કહ્યું કે, ઉજ્જવલા યોજનાથી મહિલાઓને ખુશી મળી છે.
વળી, અમિત શાહે કહ્યું કે અમે અમારી સરકારનો આખો પરિચય રામદેવ બાબાની સામે મુક્યો છે. આ દરમિયાન તેમને કહ્યું કે, આજે અમે બાબા રામદેવના પાસે આવ્યા છે. આમની પાસે પહોંચવાનો મતલબ કરોડો લોકો સુધી પોતાની વાત પહોંચાડવાનો છે.
અમિત શાહ સાથે મુલાકાત બાદ બાબા રામદેવે કહ્યું કે, ઉજ્જવા યોજના દેશની કરોડો મહિલાઓને લાભ મળ્યો છે. પીએમ મોદીએની નિયત, નીતિ અને નેતૃત્વથી દેશની પ્રગતિ થઇ રહી છે. તેમને કહ્યું કે, જીએસટી લાગુ થાય બાદ ટેક્સ ચોરીથી દેશને મુક્તિ મળી છે. પીએમ મોદીએ કરોડો મતદારોના આસું લુછ્યા છે.
નવી દિલ્હીઃ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે યોગ ગુરુ બાબા રામદેવ સાથે મુલાકાત કરી છે. અમિત શાહે આ મુલાકાત 'સંપર્ક ફૉર સમર્થન' અભિયાન અંતર્ગત દિલ્હીના પતંજલિ આશ્રમમાં કરી છે. આ દરમિયાન શાહે બાબા રામદેવના પગે પડ્યા. રામદેવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રસંશા કરતાં સરકારની યોજનાઓનો ઉલ્લેખ પણ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -