✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘2019ની ચૂંટણી પહેલા શરૂ થશે રામ મંદિરનું નિર્માણ’, ભાજપના કયા ટોચના નેતાએ આપ્યું આ નિવેદન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Jul 2018 12:47 PM (IST)
1

ઈલ્હાબાદ હાઈકોર્ટના આ નિર્ણયને હિન્દૂ મહાસભા અને સુન્ની સેંટ્રલ વક્ફ બોર્ડે સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો. 9 મે 2011માં સુપ્રિમ કોર્ટે જૂની સ્થિતિ બરાબર રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો ત્યારથી તે સ્થિતિ યથાવત છે.

2

નિર્ણય થયો કે 2.77 એંકર વિવાદિત ભૂમિના ત્રણ ભાગ કરવામાં આવે. રામ મૂર્તિવાળો પહેલો હિસ્સો રામ લલા વિરાજમાનને આપવામાં આવ્યો. રામ ચબોતરા અને સીતા રસોઈવાળો બીજો હિસ્સો નિર્મોહી અખાડાને આપવામાં આવ્યો જ્યારે ત્રીજો હિસ્સો સુન્ની વક્ફ બોર્ડને આપવામાં આવ્યો.

3

રામ મંદિરનો મુદ્દો હાલ સુપ્રિમ કોર્ટમાં છે. વર્ષ 1998માં રામ જન્મ ભૂમિ અને બાબરી મસ્જિદ જમીન વિવાદનો આ મામલો ઈલ્હાબાદ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. 30 સપ્ટેમ્બર 2010માં જસ્ટિસ સુધીર અગ્રવાલ, જસ્ટિસ એસ યૂ ખાન અને જસ્ટિસ ડી વી શર્માની બેંચે અયોધ્યા વિવાદ પર પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો.

4

રામચંદ્ર રાવે વધુમાં જણાવ્યું હતું કે, અમિત શાહનો વ્યક્તિગત અભિપ્રાય હતો કે લોકસભા ચૂંટણી પહેલા રામ મંદિરનું કામ શરૂ થઈ જશે.

5

જ્યાં, પરાલા શેખરના આ નિવેદનનું તેલંગાણાના બીજેપી ધારાસભ્ય રામચંદ્ર રાવે ખંડન કરતાં એબીપી ન્યુઝને જણાવ્યું હતું કે, રામ મંદિર નિર્માણને લઈને અમિત શાહે કોઈ નિવેદન આપ્યું નથી. જોકે કાર્યકર્તાએ રામ મંદિરને લઈને તેમને એક સવાલ કર્યો હતો, ત્યાર બાદ અમિત શાહ તરફથી સાફ કહેવામાં આવ્યું હતું કે, જે મુદ્દો છે તે કોર્ટમાં છે. કોર્ટના નિર્ણયની રાહ જોવાય છે.

6

જોકે તેલંગાણાના બીજેપી પ્રભારી પરાલા શેખરે કહ્યું હતું કે, અમિત શાહે કહ્યું છે કે જે થઈ રહ્યું છે તેને જોતા એવું લાગે છે કે 2019 પહેલા રામ મંદિરનું કામ શરૂ થઈ જશે. ત્યાર બાદ પરાલાએ એબીપી ન્યુઝ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, જે કહેવાનું હતું તે કહી દીધું. હવે જે કહેવાનું છે તે કેન્દ્રીય નેતૃત્વ કહેશે.

7

નવી દિલ્હી: રામ મંદિરને લઈને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું મોટું નિવેદન સામે આવ્યું છે. ન્યૂઝ એજન્સી IANSના જણાવ્યા પ્રમાણે, અમિત શાહે કહ્યું હતું કે 2019ની ચૂંટણી પહેલા રામ મંદિરનું કામ શરૂ થઈ જશે. IANSના જણાવ્યા પ્રમાણે, બીજેપી પ્રભારી સદસ્ય પી શેખરજીએ અમિત શાહના હવાલાથી આ નિવેદન મીડિયાને આપ્યું છે. પરંતુ બીજેપી તરફથી અમિત શાહના આ નિવેદનનું ખંડન કરવામાં આવ્યું છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • ‘2019ની ચૂંટણી પહેલા શરૂ થશે રામ મંદિરનું નિર્માણ’, ભાજપના કયા ટોચના નેતાએ આપ્યું આ નિવેદન
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.