રાજસ્થાનમાં ભાજપની હારની શક્યતા લાગતાં અમિત શાહે શું બનાવ્યો ગેમ પ્લાન ?
મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ 80થી 100 સભાઓ કરશે. ભાજપના ચોથા મોટા સ્ટાર પ્રચારક અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રથમ તબક્કાના મતદાન માટે 20 સભાને સંબોધશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજેપીએ રાજસ્થાન જીતવા માટે મોદી ઈફેક્ટ પર દાવ રમવાનું નક્કી કર્યું છે. જે અંતર્ગત સરકાર બનાવવા માટે જરૂરી 100 સીટો ઉપરાંત 20 સીટો વધારે રાખીને 120 સીટ જીતવા ધ્યાન કેન્દ્રીત કરાશે. અમિત શાહની ટીમે ફીડબેક અને સર્વેના આધારે રાજ્યની તમામ 200 સીટોને ત્રણ કેટેગરીમાં વહેંચી છે. જેમાં જીત સરળ હોય તેનો એ, મહેનતની જરૂર હોય તેનો બી અને વધારે સમય આપવાની જરૂર હોય તેવી વિધાનસભાનો સી કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
મોદી અને અમિત શાહની તમામ સભાઓ એક સાથે થવાના બદલે અલગ અલગ જિલ્લામાં થશે. પક્ષના આંતરિક સર્વે મુજબ વડાપ્રધાન મોદી રાજ્યમાં સૌથી લોકપ્રિય અને ભરોસાપાત્ર ચહેરો છે. જેના પર ભરોસો મુકીને રાજસ્થાનના મતદારો બીજેપીને વધુ એક તક આપી શકે છે.
વડાપ્રધાન મોદી 23 નવેમ્બરથી રાજસ્થાન પ્રવાસની શરૂઆત કરશે અને પ્રથમ તબક્કામાં 4 ડિસેમ્બર સુધી 10 ચૂંટણી સબા સંબોધશે. અમિત શાહ 12 સભા અને રોડ શો કરશે. 14 દવિસમાં મોદી અને અમિત શાહ રાજસ્થાનના કુલ 33 જિલ્લામાંથી 22 જિલ્લાનો પ્રવાસ કરશે.
નવી દિલ્હીઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રાજસ્થાન જીતવાનો ગેમ પ્લાન બનાવી લીધો છે. રાજ્યમાં 200માંથી 120 સીટો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ કમાન સંભાળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -